આ તે કેવી માં..? સાવકી માં એ માસૂમ પુત્રને કેનાલમાં ફેંકીને ઉતાર્યો મોતને ઘાટ

કચ્છ-

ગુજરાત રાજ્યના હળવદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સાવકી માતાએ જ માસૂમ પુત્રને કેનલમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઉલ્લેખનીય છે કે માસૂમ બાળકનો ૯ દિવસ બાદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સાવકી માતાએ આગુન્હો કબૂલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નોંધનીય છે કે હળવદમાં મોરબી ચોકડી નજીક આવેલી ફેકટરીમાં નાનકડી ઓરડીમાં વસવાટ કરતા અને ડ્રાઈવીંગ કરીને જીવન નિર્વાહ કરતા જયેશભાઈ જયંતિલાલ ખોડીયાના પુત્ર તારીખ ૬-૧૦-૨૦૨૦થી ગુમ હતો.

નોંધનીય છે કે જયેશભાઈના બે પુત્રો ધ્રુવ અને શિવમ બન્ને સાથે રમી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમ્યાન પ્રથમ પત્નીનો પુત્ર ધ્રુવ અચાનક જ બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગુમ થયો હતો. જાે કે બાદમાં પિતાએ શોધખઓળ આદરી પરંતુ પુત્ર ના મળતા પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે સાવકી માતાની સખ્તાઈથી પૂછપરછ કરી તો તે ભાંગી પડી હતી, અને ગુન્હો કબલ્યો હતો. ચોંકાવનારા નિવેદનથી પો઼લીસ પણ ચોંકી ઉઠી હતી.

નોંધપાત્ર છે કે પોલીસ કાફલો તૈરવયાઓએ નર્મદા કેનાલમાં શોધવા માટે પહોંચી હતી, ભારે જહેમદ બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે બીજી તરફ પોલીસે બાળકની સાવકી માતાની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે આ ઘટનાથી સમગ્ર હળવદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution