ગૃહિણીઓને ફટકોઃ ફરી એકવાર કપાસિયા-સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો

રાજકોટ-

રાજકોટમાં ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં છે. રાજકોટથી તહેવારો પહેલા ગૃહિણી માટે માઠા સમાચાર આવ્યા છે. સિંગતેલ અને કપાસિયા, પામોલિન તેલમાં ફરી ભાવ વધારો થયો છે. ૬ દિવસમાં ૨૫ થી ૪૦ રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે. તો સિંગતેલનો ડબ્બો ૨૪૬૫ રૂપિયા હતો, તે વધીને ૨૪૯૦ રૂપિયા થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૪૦૦ રૂપિયા હતો, તે વધીને ૨૪૪૦ રૂપિયા થયો છે. તો પામોલીન તેલનો ડબ્બો ૧૯૬૫ રૂપિયાનો હતો, તે વધીને ૨૦૧૦ રૂપિયા પર પહોંચી ગયો છે.

મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં ૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ ૩૦ રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો ૨૫૦૦થી ૨૫૫૦ થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જાેવા મળ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution