અર્થતંત્રની કુલ બચતમાં ઘરેલુ બચતનું યોગદાન અંદાજે ૬૦%ની આસપાસ


નવી દિલ્હી,તા.૨૩

દેશમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ભારતીયોની ઘરેલુ બચતમાં વધારો થવાની શક્યતા છે. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર સૂચકાંકો નાણાકીય વર્ષ ૨૦૨૪માં ઘરગથ્થુ બચતમાં વધારો થવાનું સુચવે છે. જ્યારે ઘરની જવાબદારીઓમાં વૃદ્ધિ સાધારણ રહેવાની ધારણા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪માં વધેલા યોગદાન સાથે એકંદરે બચતના દરોમાં પણ ઉછાળો જાેવા મળી શકે છે. અર્થતંત્રની કુલ બચતમાં ઘરેલુ બચતનું યોગદાન અંદાજે ૬૦%ની આસપાસ છે. ગત વર્ષે જાહેર થયેલા સત્તાવાર ડેટા અનુસાર દેશની ઘરેલુ નાણાકીય બચત ઘટીને ૪૭ વર્ષના તળિયે ૫.૩% નોંધાઇ હતી જે નાણાકીય વર્ષ ૨૦૨૨ દરમિયાન ૭.૩% રહી હતી.

ક્રિસિલના રિપોર્ટ અનુસાર કોવિડ મહામારીના સમયગાળાથી બચતને વધારે પ્રાધાન્ય અપાતું હોવાથી ભારતીયો વધુને વધુ ધિરાણ લઇ રહ્યાં છે. જેને કારણે પણ એક રીતે બચતમાં ઉતરોઉતર વધારો જાેવા મળી રહ્યો છે. બેન્કો દ્વારા છૂટક ધિરાણ માટેના પગલાં તેમજ વધુને વધુ લોન લેવાના વલણને કારણે દેવું પણ વધી રહ્યું છે. તે ઉપરાંત કોવિડ બાદ ફિઝિકલ એસેટ્‌સમાં પણ વધારો થઇ રહ્યો છે. બેન્કનો ડિપોઝિટ ગ્રોથ ગત વર્ષના ૯.૬%થી વધીને ૧૩.૫% રહ્યો છે.

દેશમાં એક તરફ ચાલુ ખાતાની ખાધનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે બીજી તરફ વધતી સ્થાનિક બચત અર્થતંત્રમાં રોકાણને વેગ આપશે. તે ઉપરાંત કેટલાક સૂચકાંકો પણ ઘરગથ્થુ બચતમાં વધારાના સંકેત આપે છે અને તેને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૪માં એકંદરે કુલ બચતમાં યોગદાન પણ વધ્યું છે. તે ઉપરાંત ઇમ્ૈં સપ્ટેમ્બર ૨૦૨૪માં જ્યારે ડેટા જાહેર કરશે ત્યારે આ ડેટા વધુ સ્પષ્ટ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution