આવી રહી છે 'હાઉસફૂલ -5', દીપિકા, જોન, જેકલીન, અભિષેક કરશે કમબેક

મુંબઇ 

અક્ષયકુમારની બોલીવુડની સૌથી રમૂજી ફ્રેન્ચાઇઝમાંની એક , હાઉસફૂલ ફિલ્મ તેની પાંચમી આવૃતિ સાથે દર્શકોને હસાવવા માટે આવી રહી છે. 'હાઉસફૂલ -૪' ફિલ્મ સફળ રહી હતી અને બોકસ ઓફિસ પર તેણે રૂ.૨૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. હવે અક્ષયકુમાર અને નિર્માતા સાજિદ નડિયાદવાલા 'હાઉસફૂલ -૫' બનાવશે અને એમાં 'હાઉસફૂલ' સિરીઝની ફિલ્મોમાં ચમકી ગયેલા તમામ મોટા સિતારાઓને ચમકાવશે એવો અહેવાલ છે. 'હાઉસફૂલ -૫'માં દીપીકા પદુકોષ, કૃતિ સેનન, જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન, જેકલીન ફર્નાન્ડિસ તથા અન્ય સિતારાઓને ચમકાવવામાં આવશે. જેમણે આ સિરીઝની અગાઉની ફિલ્મોમાં કામ કર્યુ હતું.

સાર્જિદ નડિયાદવાલા 'હાઉસફૂલ -૫'ને આઇમેકસ ફોર્મેટમાં શૂટ કરાવવા વિચારે છે. અગાઉ બાહુબલી અને પહ્માવત ફિલ્મો આ ફોર્મેટમાં શૂટ કરવામાં આવી હતી.

'હાઉસફૂલ' ફિલ્મ ૨૦૧૦માં આવી હતી. એમાં અક્ષયકુમાર, દીપીકા, રીતેષ દેશમુખ, લારા દત્તા, અર્જુન રામપાલ, જિયા ખાન જેવા કલાકારો હતા. ૨૦૧૨માં 'હાઉસફૂલ -૨' આવી હતી. જેમાં અક્ષય, જોન અબ્રાહમ, અસીન, જેકલીન ફર્નાન્ડિસ, રીતેષ, શ્રેયસ તલપડે, ચંકી પાંડે, મિથુન ચક્રવતી, રિશી કપૂર, રણધીર કપૂર ચમકયા હતા. ૨૦૧૬માં 'હાઉસફૂલ -૩' આવી હતી. જેમાં અક્ષય, જેકલીન ફર્નાન્ડિસ, અભિષેક બચ્ચન, નરગીસ ફખરી, રીતેષ,લિઝા હેડન, ચંકી પાંડે, જેકી શ્રોફ ચમકયા હતા. ૨૦૧૯માં 'હાઉસફૂલ -૪' આવી હતી. જેમાં અક્ષય, રીતેષ, બોબી દેઓલ, કૃતિ સેનન, પૂજા હેગડે, કૃતિ ખરબંદા જેવા કલાકારો હતા.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution