જેટલું ખાવામાં મીઠું છે એટલુ જ તમારા ચહેરા માટે ફાયદાકારક છે મધ

લોકસત્તા ડેસ્ક 

સ્કિનને હેલ્ધી રાખવા માટે લોકો અનેક નુસખાઓ અપનાવતા હોય છે. જેમાં ઘણી ઘરેલૂ વસ્તુઓ સામેલ હોય છે. જેમાં મધ સ્કિન માટે બહુ જ ફાયદાકારી માનવામાં આવે છે. આમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ સ્કિન રિલેટેડ અનેક પ્રોબ્લેમ દૂર કરે છે. જેથી આજે અમે તમને મધનો ઉપયોગ કરવાની કેટલીક બેસ્ટ રીત જણાવીશું, જે તમારી સ્કિનની બધી સમસ્યાઓમાં ફાયદો કરશે. તો જાણીએ મધના ફાયદા

• મધમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. જેનાથી ખીલ મટાડવામાં મદદ મળી રહે છે. 

• આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જેનાથી સ્કિન ટાઈટ થાય છે. રિંકલ્સથી બચી શકાય છે

• આનાથી સ્કિનનું મોઈશ્ચર જળવાઈ રહે છે અને ચહેરાનો ગ્લો વધે છે.

ઉપાયો

• એક ચમચી મધમાં એક ચપટી હળદર અને તજ પાઉડર મિક્સ કરી અઠવાડિયામાં બે વખત ચહેરા પર લગાવો.આ ઉપાયથી રંગ ગોરો થશે. પિંપલ્સ મટશે.ચહેરાની ચમક વધશે. જો મધને ચહેરા પર લગાવવાનો સમય ન હોય તો એક ચમચી મધને નહાવાના પાણીમાં મિક્સ કરી લો. તેનાથી સ્કિન હેલ્ધી રહે છે.

• મધને કાકડીના રસમાં મિક્સ કરીને લગાવવાથી હાથ-પગની કાળાશ દૂર થાય છે

• મધને લીંબુના રસમાં મિક્સ કરીને લગાવવાથી ડાઘ દૂર થાય છે.

• સવારે પણ મોર્નિંગ માસ્ક તરીકે તમે સ્કિન પર મધ લગાવી 15 મિનિટ રાખો અને પછી ધોઈ લો. આનાથી સ્કિન પર ગ્લો આવશે.

• મધમાં બેકિંગ સોડા મિક્સ કરીને લગાવવાથી તે બેસ્ટ એક્સફોલિએટર તરીકે કામ કરે છે.

• મધમાં કોકોનટ ઓઈલ કે ઓલિવ ઓઈલ મિક્સ કરીને લગાવવાથી સ્કિન પરના ડાઘ દૂર થાય છે.

સાવધાની

જે લોકોને એલર્જીની તકલીફ હોય, તેમણે પહેલાં મધને હાથ પર લગાવીને ટેસ્ટ કરવો. જો ત્રીસ મિનિટ સુધી કોઈ ઈન્ફેક્શન ન થાય તો તે પછી જ ચહેરા પર લગાવવું.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution