ગાંધીનગર-
ગૃહપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટના રોજ બેથી 3 દિવસ ગુજરાતના મહેમાન બનવાના છે. ત્યારે આ પ્રવાસને લઈને રાજકીય ગતિવિધીઓ વદુ તેજ બની છે. આ વખતે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે તેવું મનાઈ રહ્યું છે. AMCના વિકાસના કામોની સમીક્ષા કરે તેવું મનાઈ રહ્યું છે સાથે સાથે ગાંધીનગર સંસદીય વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોની સ્થિતિનો ચિતાર મેળવશે, તેમજ હાઉસિંગ બોર્ડના રી-ડેવલેપમેન્ટ અંગે બેઠક યોજી સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવનાર છે.વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત અનેક વિકાસના કામોનું લોકાપર્ણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રાજ્યમાં અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહત્યારે તેઓ અમદાવાદ, ગાંધીનગરમાં વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી અમદાવાદ કલેકટર સાથે પણ બેઠક યોજશે તેવું મનાઈ રહ્યું છે.