હિટ-ફ્લોપ ફિલ્મ બિઝનેસનો ભાગ છે : વાસુ ભગનાની

વાસુ ભગનાની નુકસાનીમાં છે અને કામદારો અને કલાકારોના બાકી રહેલા પૈસા ચુકવવા માટે ઓફિસ વેચવાના સમાચાર ખૂબ ચર્ચામાં હતા. ત્યારે હવે ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ આ બાબતો વિશે ખુલાસો કર્યાે છે, હાલ તેઓ બેક ટુ બેક બોક્સ ઓફિસ ફ્લોપ્સનો સામનો કરી રહ્યા છે, પરંતુ વાસુ ભગનાનીએ કહ્યું કે, સ્થિતિ જેટલી કહેવામાં આવી રહી છે, તેટલી ખરાબ નથી. ‘બડે મિયાં છોટે મિયાં’ની નિષ્ફળતાના કારણે હજી કલાકારો અને ક્રૂને પૈસા નથી મળ્યા અને તેના કારણે પોતાની બહુમાળી ઓફિસ વેચવી પડી. આ બધી જ વાતોને વાસુ ભગનાનીએ રદિયો આપ્યો છે અને તેઓ એક મોટી ફિલ્મ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે. વાસુ ભગનાનીએ કહ્યું કે, ઓફિસનું બિલ્ડિંગ વેચાયું નથી અને હજુ તેમનું જ છે. તેમણે એમ પણ કહ્યું કે આ બિલ્ડીંગમાં લક્ઝરી ઘરો બાનાવવા માટે તેનું રિનોવેશન કરીને તેમાંથી એપોર્ટમેન્ટ કોમ્પલેક્સ બની રહ્યું છે. તેમણે કહ્યું કે ‘બડે મિયાં છોટે મિયાં’ રિલીઝ થઈ એ પહેલાં જ આ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ટીમને નોકરીમાંથી કાઢવાની વાતને પણ અફવા ગણાવી અને કહ્યું કે હું દસકાઓથી આ ટીમ સાથે જ કામ કરું છું.“અમે કોઈને જવાનું કહ્યું જ નથી.” ભગનાનીએ આગળ જણાવ્યું કે, હિટ અને ફ્લોપ તો આ બિઝનેસનો એક ભાગ છે અને તેમણે તો આગામી મોટા બજેટની ફિલ્મનું કામ પણ ચાલુ કરી દીધું છે. “હવે હું એક એનિમેશન સિરીઝ પર કામ કરી રહ્યો છું, જે મેગા સ્કેલ પર તૈયાર કરવામાં આવશે.” લોકોના પૈસા તેમની પાસે ઉધાર છે, તે અંગે ભગનાનીએ કહ્યું કે તેઓ ત્રણ દાયકાથી ફિલ્મના બિઝનેસમાં છે. જાે કોઈને લાગતું હોય કે તેમના ચૂકવણા બાકી છે તો તેમણે યોગ્ય દસ્તાવેજાે સાથે આગળ આવવું જાેઈએ અથવા તો કેસ કરવો જાેઈએ. તેમ છતાં કોઈને વાંધો હોય તો તેમની ઓફિસ જઈને પણ મળી શકે છે અને તેઓ ૬૦ દિવસની અંદર તેનું નિરાકરણ લાવી દેશે. વાસુ ભગનાનીએ જણાવ્યું, “હું કોઈના દબાણ કે બ્લેકમેલિંગમાં આવવાનો નથી.” ભગનાનીએ આગળ જણાવ્યું કે, તેમના અન્ય બિઝનેસ પણ છે પરંતુ તેઓ ફિલ્મના બિઝનેસ અંગે સૌથી વધુ પેશનેટ છે તેમજ તેમનો આ બિઝનેસ છોડવાનો કોઈ ઇરાદો નથી. ભગનાનીના બેનર પૂજા એન્ટરટેઇન્મેન્ટ દ્વારા તાજેતરમાં ‘મિશન રાનીગંજ’, ‘ગણપથ’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી ફિલ્મો બનાવવામાં આવી છે. છેલ્લી ફિલ્મની રિલીઝ પહેલાં તેમણે એક વીડિયોમાં એવો દાવો કર્યાે હતો કે આ ફિલ્મ વર્લ્ડવાઇડ ૧૧૦૦ કરોડ કમાશે પણ ફિલ્મે માંડ ૧૦૦ કરોડની કમાણી કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution