હિટ એન્ડ રનની ઘટના, કરજણના MLA અક્ષય પટેલના પુત્રએ વૃદ્ધને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત

વડોદરા-

ગુજરાતમાં કોરોના વાયરસના કહેરના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારબાદ જ કોઈ ઘટનામાં લોકોના જીવ જતા હોય તો તે છે અકસ્માતની ઘટનાઓ. ત્યારે આ ઘટનાનો વચ્ચે વડોદરા જીલ્લાના કરજણમાંથી એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

કરજણના મેથી ગામેથી આ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જ્યાં કરજણનાં MLA અક્ષય પટેલના પુત્રની કારે એક વૃદ્ધને કચડતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. મળતી માહિતી મુજબ, કરજણનાં મેથી ગામે આ ઘટના સર્જાઈ હતી, જેમાં MLA અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ પોતાની કાર લઈને પુરઝડપે નારેશ્વરથી કુરાલી જતો હતો, ત્યારે મેથી ગામે MLA અક્ષય પટેલનાં પુત્રએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં ઋષિની કારે પગપાળા જતાં નાગજીભાઇ પટેલને અડફેટે લેતા તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ આજુબાજુના લોકો ભેગા થતા અકસ્માત સર્જી ધારાસભ્યનો પુત્ર થયો ફરાર થઇ ગયો હતો, ત્યારબાદ હવે આ મામલે કરજણ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution