મોહાલી-
હીટ એન્ડ રનના તમે અનેક કિસ્સાઓ જોયા હશે, પણ આવો ક્યારેય નહીં જોયો હોય, જેમાં આરોપીએ ફિલ્મી સ્ટાઈલમાં સાયકલ સવારને ટક્કર માર્યા બાદ તેના મૃતદેહને લઈને ફેરવતો રહ્યો હોય. પંજાબના મોહાલીમાં બનેલી આ ચકચારી ઘટનાનો વિડિયો ખૂબ જ વાયરલ થયો છે.
પંજાબના ડીએસપી રૂપિંદર દિપ કૌર સોહીએ જણાવ્યું હતું કે, આરોપી ફતેહગઢ સાહિબ જીલ્લાના નિર્મલ સિંહે આવો અકસ્માત કર્યો હતો, અને માર્યા ગયેલા યુવકનું નામ યોગેન્દ્ર મંડળ હોવાનું જાણવા મળ્યું છે. આરોપી નિર્મલ સિંહે સાયકલને જોરદાર ટક્કર મારતાં આરોપી ઉછળીને કારની છત પર પડ્યો હતો ત્યારે આરોપીએ કાર ચલાવવાનું ચાલુ રાખ્યું હતુંં. નિર્મલે આવો જીવલેણ અકસ્માત કર્યા બાદ દસ કિલોમિટર સુધી કારને ચલાવી હતી અને ત્યારબાદ લાશને સની એન્કલેવ નામના સ્થળે નાંખી દીધી હતી. પોલીસને આ ઘટનાની જાણ એક રાહદારી દ્વારા મળી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.