બાંગ્લાદેશમાં હિન્દુઓ ખતરામાં:  ઠેર ઠેર હુમલાઓ:મંદિરોને પણ આગચંપી


ઢાકા:બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપી વચ્ચે, બદમાશોએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ટોળું પસંદગીપૂર્વક હિંદુઓને નિશાન બનાવી રહ્યું છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. દુકાનો લૂંટાઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરની તસવીરો સામે આવી છે. તોફાનીઓએ આ મંદિરમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી.બાંગ્લાદેશી મીડિયા ડેલી સ્ટારના અહેવાલ મુજબ, ૨૭ જિલ્લામાં હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેવામાં આવી છે. મંદિરો પર પણ હુમલા થયા છે. અહેવાલ અનુસાર, લાલમોનિરહાટ સદર ઉપજિલ્લામાં ધાર્મિક હિંદુ કાર્યો સાથે સંકળાયેલી પૂજા સમિતિના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી છે.

વિરોધીઓએ નગરપાલિકાના સભ્ય મુહીન રોયની કોમ્પ્યુટરની દુકાનમાં પણ તોડફોડ કરી હતી અને લૂંટ ચલાવી હતી. કાલીગંજ ઉપજિલ્લાના ચંદ્રપુર ગામમાં ૪ હિન્દુ પરિવારોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. હાથીબંધા ઉપજિલ્લાના પુરબો સરદુબી ગામમાં ૧૨ હિન્દુઓના ઘરોને આગ લગાડવામાં આવી છે.

બાંગ્લાદેશી મીડિયા અનુસાર, પંચગઢમાં ઘણા હિન્દુઓના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. ઓક્યા પરિષદના મહાસચિવ મોનિન્દ્ર કુમાર નાથે કહ્યું કે એવો કોઈ વિસ્તાર કે જિલ્લો બાકી નથી જ્યાં હિંદુઓ પર હુમલો ન થયો હોય. તેમને સતત અલગ-અલગ વિસ્તારોમાંથી હુમલાની માહિતી મળી રહી છે.

રિપોર્ટ અનુસાર હિંદુઓને તેમના ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે અને માર મારવામાં આવે છે. તેમની દુકાનો લૂંટાઈ રહી છે. આ હુમલાઓને કારણે હિન્દુઓ ભયમાં જીવી રહ્યા છીએ. જણાવવામાં આવી રહ્યું છે કે દિનાજપુર શહેર અને અન્ય ઉપનગરોમાં ૧૦ હિન્દુઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ શહેરના રેલબજારહાટમાં એક મંદિરમાં પણ તોડફોડ કરી હતી.

બાંગ્લાદેશ હિંદુ-બુદ્ધ ક્રિશ્ચિયન કાઉન્સિલના જનરલ સેક્રેટરી ઉત્તમ કુમાર રોયે જણાવ્યું હતું કે ખાનસામા ઉપજિલ્લામાં ત્રણ હિંદુઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. લક્ષ્મીપુરમાં ગૌતમ મજુમદારે જણાવ્યું કે સાંજે ૭.૩૦ વાગ્યે ૨૦૦-૩૦૦થી વધુ હુમલાખોરોએ તેમની બે માળની ઇમારતને આગ ચાંપી દીધી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution