હિન્દી સિનેમાની અભિનેત્રી સ્મૃતિ બિસ્વાલનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું

૪ જુલાઈએ હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસનું નિધન થયું છે. તે ૧૦૦ વર્ષની હતી અને વય સંબંધિત બીમારીઓથી પીડિત હતી. તેણે ૧૭ ફેબ્રુઆરીએ પોતાનો ૧૦૦મો જન્મદિવસ પણ ઉજવ્યો. ગુરુવારે ખ્રિસ્તી વિધિ મુજબ તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. અભિનેત્રીના નિધનના સમાચાર સાંભળ્યા બાદ દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હંસલ મહેતાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.સ્મૃતિએ માત્ર ૧૦ વર્ષની ઉંમરે બંગાળી ફિલ્મોથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે બંગાળી ફિલ્મ ‘સંધ્યા’થી શોબિઝની દુનિયામાં પ્રવેશ કર્યાે હતો. બંગાળી ફિલ્મો સિવાય તેણે ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ૧૯૩૦ થી ૧૯૬૦ ના દાયકા સુધી ઉદ્યોગમાં ખૂબ સક્રિય હતી અને કામ કરીને નામ કમાયું હતું. હિન્દી ફિલ્મોમાં તેણે દેવ અનંજ, કિશોર કુમાર અને રાજ કપૂર જેવા ઘણા મહાન કલાકારો સાથે કામ કર્યું. ગુરુ દત્ત, વી શાંતારામ, મૃણાલ સેન, બિમલ રોય, બીઆર ચોપરા જેવા નિર્માતાઓની ફિલ્મોમાં કામ કરીને તેણે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા.ઘણી મોટી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવનાર સ્મૃતિએ ૧૯૬૦માં ફિલ્મ ર્નિદેશક એસડી નારંગ સાથે લગ્ન કર્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution