હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર ભારતને લઈને મોટી ચેતવણી આપી ઃ તેના નિશાને કોણ ?



ભારતના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ઝટકો આપનાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર ચેતવણી આપી છે. ત્યારે હવે જાેવાનું એ રહે છે કે આ વખતે તેના નિશાને કોણ હશે.

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે વર્ષ ૨૦૨૩માં જાન્યુઆરીમાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. હિંડનબર્ગે પોતાના અહેવાલમાં અદાણી જૂથ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ જાહેર કર્યો, જેના પછી માત્ર અદાણી ગ્રૂપની કંપનીઓના શેર જ ન તૂટ્યા, પરંતુ સમગ્ર શેરબજાર હચમચી ગયું. હવે આ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર ભારતને લઈને મોટી ચેતવણી આપી છે.

ઠ પર પોસ્ટ કરીને, અમેરિકન કંપનીએ ભારતીય કંપની સાથે સંબંધિત વધુ એક મોટા ઘટસ્ફોટના સંકેત આપ્યા છે. હિંડનબર્ગ રિસર્ચે તેની પોસ્ટમાં લખ્યું કે ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. જાેકે, હિંડનબર્ગે શું મોટું થવાનું છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીની આ પોસ્ટને લઈને એવું માનવામાં આવે છે કે હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર એક ભારતીય કંપની વિશે મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે.

આ વખતે હિંડનબર્ગનું ટાર્ગેટ કોણ છે, તે તેની પોસ્ટ પરથી સ્પષ્ટપણે જાણી શકાયું નથી. પરંતુ તેમની આવી ચેતવણી શેરબજારમાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ચોક્કસપણે અસર કરશે. એટલું જ નહીં, અદાણી ગ્રૂપને લઈને સામાન્ય રોકાણકારોના મનમાં ફરી એકવાર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે, ત્યારે કેટલાક યુઝર્સ હિંડનબર્ગની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. હિંડનબર્ગ રિસર્ચની પોસ્ટ પર સામાન્ય યુઝર્સની કોમેન્ટ્‌સ પરથી પણ આ જાણી શકાય છે.૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ અદાણી ગ્રૂપ પર રિપોર્ટ આવ્યા બાદ તમામ શેર્સમાં ભારે ઘટાડો થયો હતો, ત્યારબાદ કંપનીના વેલ્યુએશનમાં પણ ઝડપથી ઘટાડો થયો હતો. સ્થિતિ એવી હતી કે અદાણી ગ્રૂપનું વેલ્યુએશન થોડા દિવસોમાં ૮૬ બિલિયન ડોલર ઘટી ગયું હતું. શેરના ભાવમાં થયેલા આ મોટા ઘટાડાથી પાછળથી ગ્રૂપના ઓવરસીઝ લિસ્ટેડ બોન્ડનું ભારે વેચાણ થયું હતું.

રિપોર્ટ સામે આવ્યો તે પહેલા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ટોપ-૫ સૌથી અમીર લોકોમાં સામેલ હતા, પરંતુ રિપોર્ટ આવ્યાના થોડા જ દિવસોમાં તેમની નેટવર્થ અડધી થઈ ગઈ હતી અને તેઓ વિશ્વના ૨૫ સૌથી ધનિક લોકોની લીસ્ટમાંથી પણ બહાર થઈ ગયા હતા. જાેકે, ગૌતમ અદાણીની કંપનીએ એક વર્ષમાં રિકવરી કરી લીધી. હાલમાં, તેઓ ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે અને વિશ્વના ટોચના ૧૫ સૌથી ધનિક લોકોમાં છે. હિંડનબર્ગ રિસર્ચે તેના અહેવાલમાં અદાણી જૂથ પર વધુ પડતી લોન લેવાનો, શેરના ભાવને ઉંચા ભાવ સુધી લઈ જવા અને એકાઉન્ટિંગમાં ગેરરીતિઓનો આરોપ મૂક્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution