રજની |
બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણ ઘણી જાણિતી અભિનેત્રીઓને પછાડીને ૨૦૨૪ની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ‘કલ્કી ૨૮૯૮ એડી’ ફિલ્મની આ અભિનેત્રી આલિયા ભટ્ટ, કંગના રનૌત, પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યા રાયને પાછળ છોડીને આ યાદીમાં ટોચ પર પહોંચી ગઈ છે.
આવો જાણીએ કે ૨૦૨૪માં હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ કોણ છે..?
‘બાજીરાવ મસ્તાની’ની મસ્તાની એવી દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. એક ફિલ્મના તે ૧૫થી ૩૦ કરોડ રૂપિયા લે છે. તેના પછી બૉલીવુડ બાદ હવે રાજકારણમાં ઝંપલાવનાર એવી કંગના રનૌતનું નામ આ લિસ્ટમાં છે. કંગના ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઈમર્જન્સી’માં જાેવા મળશે, અને તે એક ફિલ્મ માટે ૧૫થી ૨૭ કરોડ રૂપિયા લે છે. તો દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આ લિસ્ટમાં ૧૫થી ૨૫ કરોડ રૂપિયાની કમાણી સાથે ત્રીજા સ્થાને છે.‘ટાઈગર-૩’ની અભિનેત્રી અને બાર્બી ડોલ કેટરિના કૈફે આ યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું છે. કેટરિના એક ફિલ્મ માટે ૧૫થી ૨૫ કરોડ રૂપિયા લે છે. જ્યારે ક્યૂટ આલિયા ભટ્ટ એક ફિલ્મ માટે ૧૦થી ૨૦ કરોડ રૂપિયા લે છે. અન્ય અભિનેત્રીઓની જાે વાત કરીએ તો, આ લિસ્ટમાં કરીના કપૂરનું નામ પણ છે. કરીના કપૂર એક ફિલ્મ માટે ૮થી ૧૮ કરોડ રૂપિયા લે છે. તો, શ્રદ્ધા કપૂર એક ફિલ્મ માટે ૭થી ૧૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. હાલમાં જ ‘ટ્રાન્સફર્મેશન’ થકી બધાને ચોંકાવનાર વિદ્યા બાલન ૮થી ૧૪ કરોડ રૂપિયા પ્રતિ ફિલ્મ ચાર્જ કરે છે. નવાઈની વાત એ છે કે આ લિસ્ટમાં સાઉથની કોઈ અભિનેત્રીનું નામ જાેવાં મળ્યું નથી. આ યાદીમાં સૌથી નીચે ઐશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શર્માનું નામ છે. ‘રબ ને બના દી જાેડી’ ફેમ અભિનેત્રી અનુષ્કા શર્મા એક ફિલ્મ માટે ૮થી ૧૨ કરોડ રૂપિયા લે છે. જ્યારે બ્યુટી ક્વિન ઐશ્વર્યા રાય એક ફિલ્મ માટે ૧૦ કરોડ રૂપિયા લે છે.
દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં ટોપ પર છે. અને તેની ઘણી બિગ બજેટ ફિલ્મો બહુ જલ્દી રિલીઝ થવાની છે. દીપિકા આગામી ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’માં પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે જાેવા મળશે. આ સિવાય તે હોલીવુડની એક ફિલ્મ અને રોહિત શેટ્ટીની ‘સિંઘમ-૩’માં પણ જાેવા મળશે.