આસામમાં સૌથી વધુ ૭૩ : મહારાષ્ટ્રમાં સૌથી ઓછું ૬૨ ટકા મતદાન

આસામમાં સૌથી વધુ ૭૩ : મહારાષ્ટ્રમાં સૌથી ઓછું ૬૨ ટકા મતદાન

નવીદિલ્હી,તા.૭

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૩ બેઠકો આજે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું. કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડી જવાની તો કેટલાક સ્થળોએ મતદાર યાદીમાં નામ ન હોવાની ફરિયાદો મળી હતી.જયારે કેટલાક મતદાન મથકો પર વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના અહેવાલો પણ મળ્યા છે. ત્રીજા તબક્કામાં આસામ- ૪ બેઠક,બિહાર-૫ બેઠક,છત્તીસગઢ- ૭ બેઠક,દાદરા અને નગર હવેલી-૧ બેઠક,દમણ-દીવ-૧ બેઠક ગોવા- ૨ બેઠક, ગુજરાત- ૨૫ બેઠક,કર્ણાટક-૧૪ બેઠક મધ્યપ્રદેશ- ૮ બેઠક મહારાષ્ટ્ર- ૧૧ બેઠક ઉત્તરપ્રદેશ- ૧૦ બેઠક, પશ્ચિમ બંગાળ- ૪ બેઠક જમ્મૂ કશ્મીર- ૧ બેઠક પર મતદાન થયું હતું

મતદાનના ત્રીજા તબક્કામાં મતદારોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, એનસીપી (એસપી)ના નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીની પત્ની સુનેત્રા પવાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશી સહિતના દિગ્ગજાેનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ કર્યું છે. એ યાદ રહે કે ચૂંટણી પંચે દેશમાં સાત તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે. અગાઉ પ્રથમ બે તબક્કામાં મતદાન થયું હતું ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનમાં ૬૬.૧૪ ટકા અને ૨૬ એપ્રિલે બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા મતદાન થયું હતું.જયારે આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયુ હતું ત્રીજા તબક્કામાં સરેરાશ ૬૨ ટકા મતદાન થયું છે.આસામમાં સૌથી વધુ ૭૪.૮૯ ટકા,બિહારમાં ૫૬.૧૦ ટકા. છત્તીસગઢમાં ૬૬. ૮૭ ટકા,દાદરા અને નગર હવેલી અને દમણમાં ૬૫.૨૩ ટકા, ગોવામાં ૭૨.૫૨ ટકા, ગુજરાતમાં ૫૫.૨૨ ટકા કર્ણાટકમાં ૬૬.૦૫ ટકા મધ્યપ્રદેશમાં ૬૨.૨૮ ટકા, મહારાષ્ટ્રમાં ૫૩.૪૦ ટકા, ઉત્તરપ્રદેશમાં ૫૫.૧૩ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૭૩.૯૩ ટકા મતદાન થયું છે.

એક તરફ જ્યાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યોની ૯૩ સીટો પર મતદાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળના માલદામાં એક પોલિંગ બૂથ પર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ ઘટના ઉત્તર માલદા લોકસભા મતવિસ્તારના રતુઆમાં બની હતી. અહીં બદમાશોએ એક મતદાન મથક પાસે દેશી બનાવટનો બોમ્બ ફેંક્યો હતો. જાે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી.પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મતદાન દરમિયાન કોંગ્રેસના એક નેતાના ઘર પર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ દરમિયાન મુર્શિદાબાદ જિલ્લાની જાંગીપુર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડાયા હતાં.જાેકે પોલીસે મામલો શાંત પાડયો હતોઉત્તર પ્રદેશમાં ૧૦ બેઠકો પર મતદાન થયું છે યુપીના સંભલમાં સાંજે ૫ વાગ્યા સુધી ૬૧.૧ ટકા મતદાન,બરેલીમાં ૫૪.૩૫ ટકા,ફતેહપુર સીકરી લોકસભા ક્ષેત્રમાં ચૂંટણીની નિષ્પક્ષતા બરબાદ થઈ ગઈ. બેલેટ યુનિટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસની મોટી બેદરકારી સામે આવી છે. બીજેપી કાર્યકર મોબાઈલ લઈને બૂથની અંદર પહોંચી ગયો. મતદાન કરતી વખતે, બેલેટ યુનિટનો ફોટો લેવામાં આવ્યો અને પછી વાયરલ કરવામાં આવ્યો.બિહારની પાંચ લોકસભા મતવિસ્તાર - ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા અને ખાગરિયાના ૯૮.૬ લાખ મતદારોમાંથી લગભગ ૪૬.૬૯ ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution