દિલ્હી-
આગામી સોમવારે નાણાં પ્રધાન નિર્મલા સિતારમન નાણાંકીય વર્ષ 2021-22 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટમાં સામાન્ય વર્ગથી લઇને કંપનીઓ મોટી રાહતની અપેક્ષાઓ આપી રહી છે. આ બજેટમાં ઉંચા કરવેરાના બોજમાં થોડીક રાહત મળવાની ધારણા છે અને તેના સંકેટ આર્થિકસર્વેમાં મળી રહ્યા છે.
દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે આર્થિક મોરચામાં સુસ્તી જોવા મળી છે. સુસ્ત ઈકોનોમીને ગતિ આપવા માટે આ વખતે બજેટમાં ટેક્સમાં રાહત મળવાની આશા છે. જાણકારી અનુસાર, સરકારે પોતાના નાણાંકિય નુકસાનીની ચિંતા કર્યા વગર ખર્ચ વધારવા અને ટેક્સ છૂટ તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઈકોનોમિક સર્વે રજૂ કર્યો છે, જેમાં આશા લગાવી છે કે, ઈન્ડિયમ ઈકોનોમીમાં સારું બાઉન્સબેક જોવા મળશે.
તમને જણાવી દઈએ કે, આ સર્વેમાં એક્ટિવ ફિસ્કલ પોલિસી અપનાવવા અંગે કહ્યું છે. આ ઉપરાંત આર્થિક વિકાસને ગતિ આપવા માટે રાઉન્ટર સાઈક્લિકલ પોલિસી અપનાવી જોઈએ.
આ ઉપરાંત સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ફિસ્કલ ડેફિસિટની ચિંતા કરવાની જગ્યાએ ઈકોનોમી કેવી રીતે આગળ વધારવી તે અંગે વિચાર કરવો જોઈએ. સરકારે પોતાનો ખર્ચ વધારી કેપિટલ એક્સપેંડિચરમાં વધારો કરવો જોઈએ. જેનાથી આગામી વર્ષે રેવન્યુમાં પણ વધારો થઈ શકે. સાથે જ ટેક્સમાં છૂટ આપવાની પણ વાત કરવામાં આવી છે. જેથી સામાન્ય જનતા પાસે ખર્ચ માટે પૈસા હોય અને માંગમાં વધારો આવે.
આ ઉપરાંત આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું કે, અર્થવ્યવસ્થા ધીમી પડે તો સરકારને નાણાંકિય ખાધ મોર્ચે છૂટછાટ આપવી જોઈએ. આર્થિક સર્વેક્ષણમાં નાણાંમંત્રીએ કહ્યું કે, રોકામ વધારતા પગલાઓ પર જોર આપવામાં આવશે. આ ઉપરાંત વ્યાજ દર ઓછું થવાથી બિઝનેસ ઈક્લિટી વધશે. સાથે જ કોરોના વેક્સિન આવ્યા બાદથી મહામારી પર કાબૂ મેળવી શકાશે. નાણાંમંત્રીએ કહ્યું કે, આર્થિક રિકવરી માટે નક્કર પગલા ઉઠાવવામાં આવશે. જે બાદ ઈન્ડિયન ઈકોનોમી કોરોના વાઈરસના પ્રભાવથી નિકળી જબરદસ્ત બાઉન્સબેક કરશે.