નાની કંપનીના ipoમાં વધું રિટર્ન, પખવાડીયામાં શેરના ભાવમાં ૨૫૦% નો ઉછાળો



જીઈએમ એનવાયરો નામની કંપનીએ લિસ્ટ થતાંની સાથે જ શાનદાર પરફોર્મન્સ કર્યું હતુ. છેલ્લા પંદર દિવસમાં તેના શેર ૭૫થી ૨૮૦ને પર થઈ ગયા છે.એક વેસ્ટ મેનેજમેન્ટની કંપનીના શેરે લોકોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. જેને પણ આ કંપનીના શેરમાં પૈસા રોક્યા હતા તેઓ અત્યારે માલામાલ થઈ ગયા છે. જીઈએમ એનવાયરો (ય્ઈસ્ ઈહદૃૈિર્) નામની આ કંપનીના શેરમાં ગુરુવાર ૧૧ જુલાઈના રોજ ૧૦ ટકાની તેજી જાેવા મળતા તેના શેર અત્યારે ૨૮૦.૫૦ રૂપિયાએ પોંહચી ગયા છે. આ કંપનીનો ૈંર્ઁં ૧૯ જૂનના રોજ ખુલ્યો હતો, જે ૨૧ જૂન સુધી ઓપન રહ્યો રહ્યો.

ૈંર્ઁંમાં ય્ઈસ્ ઈહદૃૈિર્ના શેરની કીંમત ૭૫ રૂપિયા હતી. ૭૫ રૂપિયાના ઇસ્યૂ પ્રાઇઝની જગ્યાએ તેના શેરમાં ૨૫૦ ટકાનો ઉછાળો જાેવા મળ્યો. અત્યારે આ કંપનીના શેર પાંચ દિવસમાં ૩૩ ટકા વધી ગયા છે. ૫ જુલાઈ ૨૦૨૪ના રોજ તેના શેર જ્યારે ૨૧૦.૩૫ રૂપિયાએ હતા તે આજે ૧૧ જુલાઈએ વધીને ૨૮૦.૫૦ રૂપિયાએ પંહોચી ગયા છે. શેર માર્કેટમાં તેના શેર ૨૬ જૂનના રોજ ૧૪૯.૬૨ રૂપિયા પર લિસ્ટ થયા હતા. ૈંર્ઁંમાં તેની કીંમત ૭૫ રૂપિયા હતી.

આ કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી ૭૩.૪૪ ટકા છે. ત્યારે પબ્લિક શેર હોલ્ડર્સની ભાગીદારી ૨૬.૫૬ ટકા છે. તેની માર્કેટ કેપ ૬૩૨ કરોડ રૂપિયા છે. તેના ૈંર્ઁં ૨૬૫.૧૩ ગણા સબસ્ક્રાઈબ થયા હતા. રિટેલ રોકાણકારોના કોટા ૨૪૦.૨૫ ગણા સબસ્ક્રાઈબ થયા છે. કંપનીના ૈંર્ઁંમાં રિટેલ રોકાણકારો માત્ર એક લોટમાં દાવ લગાવી શકે તેમ હતા, એક લોટમાં ૧૬૦૦ શેર છે. જેથી રિટેલ રોકાણકારોને ૧૨૦૦૦૦ રૂપિયા રોકવા પડ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution