રોજમદાર ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવા હકદાર, દૈનિક વેતન કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદો


નવીદિલ્હી,તા.૧૫

દૈનિક વેતન પર કામ કરતા કામદારો માટે ખુશીના સમાચાર છે. રોજ દૈનિક વેતન પર છૂટક કામગીરી કરતા કામદારોના હક્કમાં ગુજરાત હાઈકોર્ટે મોટો અને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છેકે, એક ચોક્કસ સમય અવધિ કરતા વધારે સમય સુધી દૈનિક વેતન પર રોજમદાર તરીકે કામ કરતા કામદારો પણ કાયમી નોકરીના હકદાર બની જાય છે.

ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં અનેકવિધ અભ્યાસોના આધારે ટાંક્યું છેકે, સંખ્યાબંધ લોકો એવા હોય છેકે, જેઓ રોજમદાર તરીકે દૈનિક વેતન પર છૂટક કામગીરી કરતા હોય છે. આમના હક માટે પણ કંઈક હોવું જાેઈએ. ખાસ કરીને આવા લોકો અલગ અલગ કંપનીઓ કે સંસ્થાઓમાં ઘણાં વર્ષોથી કામ કરતા હોય છે પણ તેમને એક કામદારને મળે એક વર્કરને મળે એવા કોઈ લાભ મળતા નથી. જાેકે, વાસ્તવમાં તેમને પણ આનો લાભ મળવો જાેઈએ. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દામાં પોતાના ચુકાદામાં ટાંક્યું છેકે, રોજમદાર કામદાર ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે પછી તે કાયમી બનવા હકદાર ઠરે છે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાત રાજયના રોજમદાર કર્મચારીઓ માટે રાહતકર્તા ચુકાદો આપતાં ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ (ઈન્ડસ્ટ્રીયલ ડિસ્યુટ એકટ)ની કલમ-૨૫(બી) હેઠળ, દૈનિક વેતન કામદારો (રોજમદાર) કે જેમણે નોકરીમાં ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કર્યો હોય તો તેઓ કાયમી થવા માટે હકદાર ઠરે છે. લુ જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે વધુમાં એ પણ સ્પષ્ટ કર્યું ચ હતું કે, જાે એકવાર કાયમીપણું મંજૂર કરવામાં આવે તો આ કામદારો પેન્શન અને ઉચ્ચ પગારધોરણ જેવા વધારાના લાભો મેળવવા પણ હકદાર છે. જે લાભો નિયમિત રીતે નિયુકત કામદારો માટે ઉપલબ્ધ હોય છે.

જસ્ટિસ કેરીયલે વધુમાં જણાવ્યું હતુંકે, જે કર્મચારી રોજમદાર તરીકે એટલે કે, દૈનિક વેતન કામદાર તરીકે મૂળ રીતે નિમણૂક પામ્યો હોય પરંતુ તે અમુક ચોક્કસ વર્ષો સુધી નોકરીમાં કાર્યકાળ પૂરો કરે તો તેવા સંજાેગોમાં ખાસ કરીને ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ- ૨૫ (બી) અનુસંધાનમાં આવા કામદારો નોકરીમાં કાયમી તરીકેના લાભો મેળવવાપાત્ર ઠરે છે. એટલું જ નહી, ભલે તે ડિપાર્ટમેન્ટમાં રોજમદાર(દૈનિક | વેતન કામદાર) તરીકે નિમણૂંક પામ્યો | હોય પરંતુ તેને પણ સીધી પસંદગીથી નિમણૂંક પામેલા રેગ્યુલર-કાયમી - કર્મચારીઓની જેમ જ ગણવો જાેઈએ.

રાજયના વન વિભાગ દ્વારા નિમણૂંક કરાયેલા કામદારો દ્વારા સરકારના તા.૧૭-૧૦-૧૯૮૮ના સરકારી ઠરાવમાં દર્શાવેલ લાભોના ઇન્કાર કરવા સહિતના અનેક મુદ્દા પિટિશનમાં ઉઠાવ્યા હતા. અરજદારોએ કોર્ટને જણાવ્યું કે, અરજદાર દૈનિક વેતન કામદારો તરીકેનો તેમનો કાર્યકાળ લાંબો હોવાછતાં વન વિભાગના સત્તાવાળાઓ દ્વારા તેમને નિર્ધારિત લાભો કે અધિકારો આપવામાં આવ્યા ન હતા. જેને પગલે તેઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કામદારો તરફથી જણાવાયું કે, તેઓને હાલમાં તેઓ હકદાર છે, તેના કરતાં પણ નોંધપાત્ર રીતે ઓછા દરનું મહેનતાણું અપાઈ રહ્યું છે. પરંતુ વન વિભાગના સત્તાવાળાઓએ તા.૧૭- ૧૦-૧૯૮૮, તા.૧૫-૯-૨૦૧૪ અને તા.૬-૪-૨૦૧૬ના સરકારી ઠરાવના લાભોનો અમલ કર્યો નથી. અરજદારો પૈકીના કેટલાકે તો નોકરીના કાર્યકાળમાં સંભવિત કાયમીપણું(રેગ્યુલરાઇઝેશન) અને સંબંધિત લાભો માટેની આવશ્યક સેવા અવધિ પૂર્ણ કરી છે, તેમછતાં તેઓને કાયમી કરાયા નથી કે, મળવાપાત્ર લાભો અપાયા નથી.

હાઈકોર્ટે અરજદાર કામદારોને ત્રણ સપ્તાહમાં વ્યકિગત રીતે વન વિભાગના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ કર્યો હતો અને અરજદારોની રજૂઆત મળ્યેથી વન વિભાગના સંબંધિત સત્તાવાળાઓને આઠ સપ્તાહમાં કાયદાનુસાર ર્નિણય લેવા હુકમ કર્યો હતો. જાે કોઈ કામદારને આનુષંગિક લાભો આપવાનું થતુ હોય તો તે પછીના ચાર સપ્તાહમાં આ લાભો ચૂકવી દેવા પણ હાઇકોર્ટે ઠરાવ્યું હતું. હાઈકોર્ટે દરેક કામદારના કિસ્સામાં વ્યકિતગત વિચારણા હાથ ધરી તે સુપ્રીમકોર્ટ દ્વારા જારી સંબંધિત નિર્દેશો અને સરકારના સંબંધિત ઠરાવોને ધ્યાનમાં લીધા બાદ કાયદાનુસાર ર્નિણય લેવા પણ સત્તાવાળાઓને સ્પષ્ટ તાકીદ કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution