જેરૂસાલેમ:ઈઝરાયેલમાં ૭ ઓક્ટોબર બાદ એકવાર ફરીથી મોટો હુમલો થયો છે. શનિવારે ઈઝરાયેલના કબજાવાળા ગોલાન હાઈટ્સ વિસ્તારના એક ગામમાં અનેક રોકેટથી હુમલો થયા બાદ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૨કીશોરના મોત થયા છે. આ હુમલાને ઈઝરાયેલે ૭ ઓક્ટોબર બાદથી પોતાના પર થયેલો સૌથી ઘાતક હુમલો ગણાવ્યો છે. ઈઝરાયેલ ટાઈમ્સના જણાવ્યાં મુજબ ડ્રૂઝ શહેરના એક ફૂટબોલ મેદાન પર આ હુમલો થયો છે. ૈંડ્ઢહ્લ એ શનિવારે મોડી રાતે કહ્યું કે તમામ ૧૨ મૃતકોની ઉંમર ૧૦-૨૦ વર્ષ વચ્ચે હતી. ઈઝરાયેલ ટાઈમ્સના જણાવ્યાં મજબ તિબેરિયાસ નજીક બારૂક પાડેહ મેડિકલ સેન્ટરે કહ્યું કે ગંભીર હાલતમાં ચાર લોકોને હોસ્પિટલ લાવવામાં આ્યા. સફેદમાં જીવ મેડિકલ સેન્ટરે કહ્યું કે ત્યાં ૩૨ ઘાયલો દાખલ છે જેમાંથી ૬ન ઈલાજ ટ્રોમા વોર્ડમાં થઈ રહ્યો છે. ૧૩ની સ્થિતિ ગંભીર છે અને ૧૦ને સામાન્ય ઈજા થઈ છે. અન્ય ચાર ઘાયલોને હાઈફાના રામબામ મેડિકલ સેન્ટરમાં લઈ જવાયા. અધિકારીઓ એ જણાવ્યું કે ડોક્ટરોએ ઘટનાસ્થળે જ ૧૦ પીડીતોને મૃત જાહેર કર્યા. જ્યારે ૨ને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા. આ હુમલા બાદ રહીશોએ મેદાન પર ખૂની નરસંહારના દ્રશ્યો વિશે જણાવ્યું કે ચેતવણી સાયરન વાગી ચૂકી હતી પરંતુ પીડિતો માટે બહુ ઓછા સમયનું એલર્ટ હતું જે સમયસર ભાગી શક્યા નહીં અને માર્યા ગયા. ઈઝરાયેલના અધિકારીઓએ જવાબી કાર્યવાહીની વાત કરી છે. પ્રધાનમંત્રી નેતન્યાહૂ જે અમેરિકામાં હતા તેઓ તરત પાછા ફરી રહ્યા છે. જેના કારણે ઈઝરાયેલ અને આતંકવાદી સમૂહ વચ્ચે એક જંગ વધુ તેજ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.