તેહરાન: ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને તેમના મૃત્યુના સાત દિવસ બાદ અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા છે. ઈઝરાયલના હુમલાના ડરથી નસરાલ્લાહને ગુપ્ત જગ્યાએ દફનાવવામાં આવ્યા છે. અગાઉ તેમના મૃત્યુના શોક માટે મોટી સ્મશાનયાત્રા કાઢવામાં આવી હોવાના અહેવાલ હતા. તે જ સમયે, જ્યારે નસરાલ્લાહને દફનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં હિઝબુલ્લાહ ચીફની યાદમાં પ્રાર્થના કરી હતી. આ પછી તેણે મસ્જિદમાં હાજર હજારો લોકોની સામે ભાષણ આપ્યું. ખમેનીએ વિશ્વના મુસ્લિમોને દુશ્મન સામે એક થવા અપીલ કરી.ખામેનીએ સંબોધન કરતાં કહ્યું, મુસ્લિમો વચ્ચે તિરાડો પાડવામાં આવી રહી છે. તેઓ પેલેસ્ટિનિયનો, ઇજિપ્તવાસીઓ, યમન અને સિરિયાના દુશ્મન છે. આપણો દુશ્મન એક છે. ઈરાનની ગ્રાન્ડ મોસલ્લા મસ્જિદમાં હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખામેનીને સાંભળવા માટે હજારો લોકો હાજર છે હિઝબુલ્લા સાથે સંકળાયેલા એક સૂત્રને ટાંકીને દાવો કર્યો છે કે નસરાલ્લાહને સિક્રેટ જગ્યાએ દફનાવવામાં આવ્યો છે. ઇઝરાયલના હુમલાના ડરથી નસરાલ્લાહના જનાજાને કાઢવામાં આવ્યો નથી. અગાઉ તેના મૃત્યુના શોકમાં મોટો જનાજા કાઢવાનો હોવાના અહેવાલ હતા.તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં લાખો લોકોએ ખામેની સાથે નમાઝ અદા કરી હતી.
આ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદની બહાર લગભગ ૨ લાખ મહિલાઓ હાજર હતી અને તેમાંથી ઘણી પોતાની સાથે કફન લઈને આવી હતી. આ દરમિયાન મહિલાઓ ઈઝરાયલ વિરુદ્ધ નારા લગાવી રહી હતી.
ઇઝરાયલની સાથે દુનિયાભરના દેશોની નજર ખામેનીના ભાષણ પર હતી. આ ભાષણ બાદ ગ્રાન્ડ મોસલ્લા મસ્જિદ લોકોના નારાઓથી ગુંજી ઊઠી હતી.