મુંબઈ-
દ્વિચક્રી વાહન નિર્માતા હીરો મોટોકોર્પે રવિવારે હાર્લી-ડેવિડસનની 'પાન અમેરિકા' ૧૨૫૦ ની પ્રથમ શિપમેન્ટ વેચાયા બાદ નવા કન્સાઈનમેન્ટ માટે બુકિંગ શરૂ કર્યાની જાહેરાત કરી હતી. કંપનીએ એમ પણ કહ્યું કે હાલના તમામ ૧૩ હાર્લી-ડેવિડસન મોડલ અને સ્પોર્ટસ્ટર એસ મોટરસાઈકલ માટે બુકિંગ હાલમાં ખુલ્લું છે.
હીરો મોટોકોર્પે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે ખાસ કરીને હાર્લી-ડેવિડસન ગ્રાહકો માટે હવે તેની પાસે સમગ્ર દેશમાં ૧૪ ડીલરશીપ અને સાત અધિકૃત સેવા કેન્દ્રોનું વિસ્તૃત નેટવર્ક છે,.
હીરો મોટોકોર્પ અને હાર્લી ડેવિડસને ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતીય બજાર માટે ભાગીદારીની જાહેરાત કરી હતી. લાઇસન્સિંગ કરાર મુજબ હિરો મોટોકોર્પે ભારતીય બજારમાંથી હાર્લીના ઉપાડ બાદ ભારતમાં હાર્લીની મોટરસાઇકલ, પાર્ટ્સ અને મર્ચેન્ડાઇઝના વિશિષ્ટ વિતરણ અધિકારો હસ્તગત કર્યા હતા.