લોકસત્તા ડેસ્ક
તમે માનો કે ન માનો પરંતુ ગરમીની સિઝનમાં વાળ સૌથી વધુ ડેમેજ થતા હોય છે. સૂર્યના તેજ કિરણો, વધુ પરસેવો, વારંવાર વાળ ધોવા અને ટાઇટ હેર આ તમામને પગલે તમારા વાળ નબળા પડી જતા હોય છે જેનાથી વાળનું તૂટવાનું અને કરવાનું શરૂ થઈ જાય છે. તેથી આવા સમયે વાળને વધુ કાળજી રાખવી જરૂરી બની જાય છે. તેથી આજે અમે તમને અમુક એન્ટી હેર ફોલ ટિપ્સ આપીશું, જે ગરમીની સિઝનમાં પણ તમારા વાળને સ્વસ્થ રાખશે
માઈલ્ડ અને કંડીશનરનો ઉપયોગ કરવો :
ગરમીમાં વાળ જલ્દીથી ચીકણા થઈ જતા હોય છે. ગરમીને કારણે વળતો મહત્તમ પરસેવો અને ઓઈલ આ માટે જવાબદાર હોય છે. તેથી વાળને નિયમિત રીતે વોશ કરવા અને સ્કેલ્પને સાફ રાખવું ખૂબ જરૂરી બની જાય છે. પરંતુ સાથે જ એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે વારંવાર વાળ ધોવાથી વાળ અને તેના મૂળિયા બંને ડ્રાય થઈ જાય છે, તેને લીધે વાળ ખરવા લાગે છે. ગરમીની સિઝનમાં માઈલ્ડ શેમ્પુ જે વાળને ખરતા રોકે છે અને દરરોજ ઉપયોગમાં પણ લઇ શકાય છે.
હીટ સ્ટર્લીંગનો ઓછો ઉપયોગ કરવો :
ગરમીના વાતાવરણમાં સૂર્યના કિરણો વધુ સતેજ હોય છે. જે વાળની ભીનાશને ઘટાડી દે છે, જેનાથી વાળ ડ્રાય અને નબળા પડી જાય છે. તેવામાં સ્ટાઇલિંગ ટુલ્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વાળનું મોઇશ્ચ્યુરાઇઝર વધુ ઘટી જાય છે. જેને લીધે તમારા વાળ ડૅમેજ થઈ શકે છે. તેથી ગરમીની સિઝનમાં હિટ સ્ટાઈલીંગ ટુલ્સનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. જો હેર ડ્રાયરનો ઉપયોગ મા લેવાની જરૂર પડે તો પણ 70 ટકા સુકાઈ ગયા બાદ જ ઉપયોગ કરવો.
ડીપ કન્ડીશનીંગ ટ્રીટમેન્ટ લેવી :
જો તમને લાગતું હોય કે ડિપ કંડિશનિંગ ટ્રીટમેન્ટ માત્ર શિયાળામાં જ લઈ શકાય તો તમે ખોટું વિચારો છો. ગરમીમાં હેર ક્યુટિકલ સરળતાથી ડૅમેજ થઈ શકે છે અને બહારના તત્વો જેવા કે યુવી કિરણો તથા ધૂળ વગેરેથી રક્ષણ મળતું નથી. તેથી ડીપ કન્ડિશનિંગ કરવું જરૂરી છે. વાળમાં હાઇડ્રેટિંગ માસ્ક લગાવવું જરૂરી છે, જે વાળના ક્યુટિકલ મજબૂત કરે છે અને વાળની સમસ્યાને ઘટાડે છે.
હોટ ઓઈલ મસાજ :
ગરમીમાં વાળમાં તેલ લગાવો ઓછા લોકોને ગમતું હોય છે પરંતુ તે ખૂબ જરૂરી છે. તમારુ સ્કેલ ઓઈલી છે, તો સ્કેલ પર ઓઈલ ન લગાવવું, પરંતુ વાળમાં જરૂરથી લગાવવું. જેનાથી વાળને પોષણ મળશે અને તે હેલ્ધી થશે. તમે આયુર્વેદિક તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જે તમને અનેક સમસ્યા જેવી કે હેર ફોલ અને ડેન્ડ્રફથી રક્ષણ આપશે.
હાઈડ્રેટેડ રહેવું :
ગરમીમાં સૌથી વધુ પાણી પીવું જોઇએ. જેથી તમારા શરીરને અંદરથી પોષણ મળે. જો તમારા સ્કેલ્પને પોષણ મળશે, તો તેના મૂળિયા પણ મજબૂત થશે અને વાળ તૂટતા અટકશે. તમારે દિવસમાં ઓછામાં ઓછું ત્રણ થી ચાર લીટર પાણી પીવું જોઈએ. તમે ગરમીમાં કાકડી, તરબૂચ, પાલક, ટમેટા વગેરેનું પણ સેવન કરી શકો છો. જે તમને ગરમીમાં રાહત આપવાની સાથે વાળને પણ સ્વસ્થ બનાવશે.