થાઇરોઇડના કારણે વધતું વજન ઘટાડવું મુશ્કેલ તો છે, પરંતુ અસંભવ નથી. જે મહિલાઓનું વજન આ કારણે વધ્યું હોય તેઓ આ ટિપ્સ જરૂર ફોલો કરવી જોઇએ.
ગ્રીન ટીનું સેવન કરો:
જો તમે થાઇરોઇડમાં ગ્રીન ટીનો ઉપયોગ કરતાં હશો તો તે તમારું વજન ઘટાડવા માટે એક મહત્ત્વનો ઉપાય સાબિત થશે. દિવસમાં બેથી ત્રણ વાર તમે ગ્રીન ટીનું સેવન કરો. ગ્રીન ટીની જગ્યાએ તમે લેમન ટી પણ લઇ શકો છો.
યોગનો સહારો લો:
તમે સવાર-સાંજ ચાલવાની સાથે-સાથે યોગ પણ કરી શકો છો. યોગ માત્ર તમારા વજનને મેનેજ કરતા નથી, પરંતુ થાઇરોઇડની સમસ્યાને પણ વધતાં રોકે છે. ઇન્ટરનેટ પરથી તમે આરામથી વજન ઘટાડતાં યોગાસનોની યાદી મેળવી શકો છો.
ખાણી-પીણી પર રાખો ધ્યાન:
થાઇરોઇડના દર્દીઓ માટે સૌથી જરૂરી વાત એ છે કે તેઓ ખાણી-પીણી પર કેટલું ધ્યાન રાખે છે. શક્ય હોય તેટલું તળેલી વસ્તુઓનું સેવન ન કરવું. થાઇરોઇડના દર્દીઓ માટે ભોજન પચાવવું થોડું અઘરું હોય છે. આવા સંજોગોમાં જમ્યા બાદ હળવું વોકિંગ જરૂર કરો, જેથી આરોગેલું ભોજન જલદી પચી જાય.
સવાર-સાંજ ચાલો:
થાઇરોઇડના દર્દીઓ માટે સવાર અને સાંજ એમ બે વખત ચાલવું ખૂબ જરૂરી છે. તેનાથી એક તો થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરવાના લીધે શરીરને ખોવાયેલી એનર્જી
પાછી મળે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.
લસણ છે મદદરૂપ:
સવારે ખાલી પેટે લસણ ખાવાથી થાઇરોઇડમાં વધેલું વજન ઝડપથી ઊતરવા લાગે છે. તમે ઇચ્છો તો લસણ વેિજટેબલ સૂપ પણ પી શકો છો. જમતાં પહેલાં આ સૂપનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થશે.
વજન ઘટાડનારી દવાઓથી દૂર રહો:
કેટલાય લોકો થાઇરોઇડની દવાની સાથે વજન ઘટાડનારી દવાઓનું પણ સેવન કરે છે, પરંતુ આમ કરવાથી તેમના આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે.