આજ સુધી તમે સાબુદાણાની ચકરી ખાધી હશે પરંતુ અમે આજે તમને નાયલોન પૌવાની ચકરીની રેસીપી જાણવા જઈ રહ્યા છીએ. આ રેસીપી વાંચ્યા બાદ તમે પણ તમારા ઘરે એકવાર તો આ ટેસ્ટી પૌહાની ચકરી જરૂર બનાવશો. આ ચકરીની ખાસ વાતએ છે કે તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તો આવો જાણીએ પૌવાની ચકરીની રેસીપી વિશે....
સામગ્રી:
1 મોટો બોઉલ નાયલોન પૌવા,1 ચમચી આદુ -મરચાની પેસ્ટ,સ્વાદ મુજબ મીઠું,2-3 ચમચી તલ ,1/2 ચમચી ધાણા જીરૂ પાવડર,1/2 ચમચી હળદર,1/2 ચમચી મરચું પાવડર ,1/2 ચમચી તલ,તળવા માટે તેલ,ચપટી હિંગ.
બનાવવાની રીત :
પહેલા તો તેમે એક બાઉલમાં પૌવા લઈને તેને ધોઈને લો. પૌવા ધોવાઇ જાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ ,હળદર ,મરચું પાવડર ,તલ અને મીઠું નાખી ચકરી માટે લોટ બાંધી લો. હવે તેમાં તેલનું મોંણ ઉમેરવું. લોટ તૈયાર થઇ જાય એટલે ચકરીના સંચામાં લોટ ઉમેરી એક પ્લાસ્ટિક ઉપર ચકરીનો શેઇપ આપી બધી ચકરી પાડી લો. ચકરી પાડી દીધા બાદ તેને તડકા માં 7-8 કલાક સુધી સુકાવવા દો.આ ચકરી બરાબર સુકાય જાય પછી તમે એને ડબ્બામાં સ્ટોર કરી શકો છો.તમારે જયારે ખાવી હોય ત્યારે તળીને બાળકો સાથે ચકરીની મજા માણી શકો છો.