લોકસત્તા ડેસ્ક
લેધરની કોઇપણ ચીજ જેમકે બેલ્ટ, વોલેટ, શૂઝ કે જેકેટ યૂઝ કરવું સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવે છે. તેનું સાચી રીતે ધ્યાન રાખવામાં ન આવે તો તેના કલર અને ટેક્સચરના ખરાબ થવાનો ડર રહે છે. ખાસ કરીને વિંટર સીઝનમાં તેને ખાસ કેર કરવાની રહે છે.
લેધરની ચીજોને આ રીતે રાખો સાફ
-લીંબુના રસના કેટલાક ટીપાં કોટનમાં લો અને લેધર ક્લીન કરો. તેની શાઇન ખરાબ નહીં થાય.
-ભીના કપડાંમાં બેકિંગ સોડા લઇને શૂઝને રબ કરો. તેને સૂકાવવા દો. તે સારી રીતે ક્લીન થઇ જશે.
-લેધર શૂઝને રાતે ખૂલ્લા ન રાખો, કેમકે એટમોસ્ફિયરમાં મોઇશ્ચર આવવાથી તેનો શેપ બગડી શકે છે.
-લેધર ક્લીન કરવા માટે સોપી વોટર વાપરી શકો છો. તેનાથી ડસ્ટ કે અન્ય કોઇપણ ગંદગી સરળતાથી ક્લીન થશે.
-લેધર શૂઝ માટે ક્યારેય પણ લિક્વિડ બેસ પોલિશ યૂઝ ન કરો. તેનાથી તેને નુકશાન થાય છે. હંમેશા વેક્સ બેસ પોલિશ જ પસંદ કરો.
-લેધર કે શૂઝ કે જેકેટને પાણીમાં વ્હાઇટ વિનેગર મિક્સ કરીને કોઇ સોફ્ટ કોટનની મદદથી ક્લીન કરો. તેનાથી પરસેવાના સફેદ ડાઘ દૂર થશે.
-લેધરની આઇટમનું ધ્યાન ન રાખવામાં આવે તો તે રફ દેખાય છે અને તેની પર ક્રેક્સ આવે છે. આ માટે તેની પર વેસેલીન લગાવો.
-લેધરને વિંટરમાં પ્રોટેક્ટ કરવા માટે કોટન બોલમાં પેટ્રોલના કેટલાક ટીપાં લઇને વાઇપ કરો. તેનાથી લેધર ખરાબ થશે નહીં.
-વિંટર્સમાં લેધર પર ફંગસ જોવા મળે છે. તેનાથી બચવા તેને દૂધ, સોડા, બાયો-કાર્બોનેટના સોલ્યુશનથી ક્લીન કરો. કામ થિ જશે.
-લેધરની કોઇપણ આઇટમ હોય તેની ઉંમર વધારવા માટે લેધર કંડિશનર યૂઝ કરી શકાય છે.
-લેધરની નાની ચીજો જેમકે બ્રેસલેટ કે બેલ્ટનો કલર ડસ્ટ લાગવાથી ખરાબ થવા લાગે છે. માટે તેને ટાઇટ ડબ્બામાં રાખો.