મુંબઇ
બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણે એક ડિસેમ્બરની સાંજે મુંબઈના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યના પિતા ઉદિતનો પહેલી ડિસેમ્બરના રોજ 65મો જન્મદિવસ હતો. આદિત્યે પિતાના જન્મદિવસ પર જ લગ્ન કર્યાં.
આદિત્ય તથા શ્વેતાએ કલર કો-ઓર્ડિનેટેડ આઉટફિટ્સ કૅરી કર્યાં હતાં. આદિત્યે ક્રિમ રંગની શેરવાની પર બેબી પિંક રંગનો દુપટ્ટો નાખ્યો હતો. તો શ્વેતાએ પિકિંશ તથા ક્રીમ રંગનો લહેંગો પહેર્યો હતો. તેણે કુંદનની જ્વેલરી પહેરી હતી. ટીકો, લોંગ ઈયરરિંગ, હેવી નેકલેસ તથા ગોલ્ડન કલીરેમાં શ્વેતા ઘણી જ સુંદર લાગતી હતી.