અહિંયા સોનાના નામે પિત્તળ પધરાવનાર એક મહિલા ઝડપાઈ, જાણો કેવી રીતે છેતરતી

સુરત-

સુરત શહેરમાં ફરી એક વખત લોકોને છેતરતી ગેંગો સક્રિય થઈ રહી છે તહેવારો આવતાની સાથે સોસાયટીઓમાં મહિલાઓ કોઈને કોઈ બહાને આવી ચિટિંગ કરતી હોય છે ત્યાં સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં સોનાના નામે પિત્તળ પધરાવનાર એક મહિલા ઝડપાઈ, ૩.૧૪ લાખ કબજે નકલી સોનું પણ તપાસ માટે કબજે લેવાયું છે.

દિવાળી અને બીજા તહેવારો નજીક આવતાની સાથે શહેરમાં મહિલા છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થતી હોય છે ત્યારે સુરતમાં પણ નોકરાણી કે પછી કોઈ ને કોઈ બહાને સોસાયટીમાં જાેઈ ને ઘરમાં કોઈ ન હોય ત્યારે ધરમાંથી હાથ ફેરો કરી ફરાર થઈ જતી હોય છે મહિલા ગેંગ આવો સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનાવ બનવા પામ્યો છે. કારણ કે ઉમરા અનેં ખટોદરા વિસ્તારમાં પણ આવી રીતેજ મહિલાઓ નોકરાણી તરીકે રહી ધરમાંથી દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી ત્યાં કાપોદ્રામાં પિતળની બિસ્કિટની ખરા સોનાની બિસ્કીટ કહીને ૪.૨૦ લાખ રૂપિયાની વેચીને છેતરપિંડી કરનારી બે પૈકી એક રેખા કિરણ ઉગરેજિયાની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution