અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકાએ રિવરફ્રન્ટ પર સી પ્લેનની નિષ્ફળતાથી હિંમત હાર્યા વગર હેલિકોપ્ટર િૈઙ્ઘીજ દ્વારા લોકોને આકર્ષવાનો કામ કર્યું છે હેલિકોપ્ટર રાઇડર્સ દ્વારા લોકોને આકર્ષવાનુ કામ કર્યું છે હેલિકોપ્ટર રાઇટ દ્વારા શહેરનો નજારો નિહાળવા નું આયોજન કર્યું તો ખરું પરંતુ હાલમાં હેલિકોપ્ટર જે ઊંચાઇ પર ઉડાડવામાં આવી રહ્યો છે તેની સુરક્ષા અને સલામતી જાેખમી સાબિત થઈ રહી છે તેવું એર ટ્રાફિક કંટ્રોલરે જણાવ્યું હતું હેલિકોપ્ટર હાલ જે ઉંચાઈએ ઉડે છે તેના કરતા વધુ ઊંચાઈ પર ઉડાડવા તાકીદ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું રિવરફ્રન્ટ પર પક્ષીઓ વધુ હોવાથી હેલિકોપ્ટર ના નીચા ઉડાન થી બર્ડ હિટ નું ભારે જાેખમ રહેલું છે.૧ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી જાેય રાઇડને મુસાફરો મળી રહે તે માટે વિકેન્ડ દર શનિ-રવિવારે શરૂ રાખવામાં નક્કી કરાયું છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો રૂટ પ્રથમ તબક્કામાં રાખવામાં આવ્યો છે. આ જાેયરાઇડમાં કેપ્ટન સહિત પાંચ મુસાફરોની ક્ષમતા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર હાલમાં ૫૦૦ ફૂટ ઉંચાઇ પર મુસાફરોને શહેલગાહ કરાવવામાં આવી રહ્યું છે જે ગમે ત્યારે જાેખમી રાઇડ સાબિત થઇ શકે છે. અમદાવાદ એર ટ્રાફિક કન્ટ્રોલરે હેલિકોપ્ટરને વધુ ઉંચાઇ પર ઉડાન ભરવા જણાવ્યું છે. કેમ કે શિયાળામાં પવનની ગતિ હોવાથી શેડ્યુઅલ ફ્લાઇટોની લેન્ડિંગ માટે ફાઇનલ એપ્રોચની દિશા બદલાઇને સીટી તરફથી ઉત્તર-પૂર્વ દિશા છે એટલે કે વિમાનો રિવરફ્રન્ટ ઉપરથી પસાર થઇ રન-વે પર લેન્ડ થાય છે.જ્યારે જાેય રાઇડનો રૂટ પણ શેડ્યુઅલ ફ્લાઇટોના એપ્રોચ લેન્ડીંગ દિશા તરફ હોવાથી બંને વચ્ચે અંતરને લઇ લેન્ડિંગમાં મુશ્કેલી ઉભી થાય છે.નીચા ઉડાનથી હેલિકોપ્ટર એટીસીના લાઇન ઓફ સાઇટ રડારમાં ન આવતુ હોવાથી જાે ૧૦૦૦ ફુટ પર ઉડાન કરે તેનું મોનીટરિંગ રડારમાં થાય જેથી સલામતીના ભાગરૂપે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર વચ્ચે કેટલું અંતર જાળવવું તેનો ખ્યાલ આવે અને અકસ્માતનું પણ જાેખમ ઘટે તેમ સુત્રોએ જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રોસ વિન્ડ ન હોય ત્યારે રૂટીન દિવસોમાં વિન્ડ પેટર્ન મુજબ નાના ચિલોડાથી ફ્લાઇટોના લેન્ડીંગ એપ્રોચ દક્ષિણ-પશ્ચિમ દિશા હોય છે.