હેલેન મેરી રોબટ્‌ર્સ પાકિસ્તાન આર્મીની પ્રથમ લઘુમતી મહિલા બ્રિગેડિયર બની

નવી દિલ્હી  :બ્રિગેડિયર હેલન સિનિયર પેથોલોજિસ્ટ છે અને છેલ્લા ૨૬ વર્ષથી પાકિસ્તાની સેનામાં ફરજ બજાવે છે. ગયા વર્ષે, રાવલપિંડીના ક્રાઇસ્ટ ચર્ચમાં નાતાલની ઉજવણી દરમિયાન, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે દેશના વિકાસમાં લઘુમતી સમુદાય દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. હેલેન મેરી રોબટ્‌ર્સે પાકિસ્તાન આર્મીમાં બ્રિગેડિયરનું પદ હાંસલ કરનાર પ્રથમ ખ્રિસ્તી મહિલા બનીને ઈતિહાસ રચ્યો છે. હાલમાં તે પાકિસ્તાન આર્મીના મેડિકલ કોર્પ્સમાં ફરજ બજાવે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે અને ત્યાં ખ્રિસ્તી સમુદાય લઘુમતી છે. હેલેન રોબટ્‌ર્સ પાકિસ્તાન આર્મીના એવા અધિકારીઓમાંના એક હતા ે ફુલ કર્નલના પદ પર બઢતી આપવામાં આવી હતી.હેલનને બ્રિગેડિયર તરીકેની બઢતી બદલ અભિનંદન આપતાં વડા પ્રધાન શહેબાઝ શરીફે કહ્યું હતું કે સમગ્ર દેશને તેમના પર અને તેમના જેવી હજારો મહેનતુ મહિલાઓ પર ગર્વ છે, ‘હું પોતે અને સમગ્ર રાષ્ટ્ર હેલેન મેરી રોબટ્‌ર્સને પાકિસ્તાન આર્મીમાં બ્રિગેડિયર તરીકે પ્રમોટ થનારી લઘુમતી સમુદાયની પ્રથમ મહિલા બનવા બદલ અભિનંદન પાઠવું છું.’બ્રિગેડિયર હેલન સિનિયર પેથોલોજિસ્ટ છે અને છેલ્લા ૨૬ વર્ષથી પાકિસ્તાની સેનામાં ફરજ બજાવે છે. ગયા વર્ષે, રાવલપિંડીના ક્રાઇસ્ટ ચર્ચમાં નાતાલની ઉજવણી દરમિયાન, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે દેશના વિકાસમાં લઘુમતી સમુદાય દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. ૨૦૨૧માં પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં ૯૬.૪૭ ટકા મુસ્લિમો પછી ૨.૧૪ ટકા હિંદુઓ, ૧.૨૭ ટકા ખ્રિસ્તીઓ, ૦.૦૯ ટકા અહમદી મુસ્લિમો અને ૦.૦૨ ટકા અન્ય લોકો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution