દેશમાં સોનું અને ચાંદી રેકોર્ડ બ્રેક સ્તર પર પહોંચી રહ્યા છે. સોનું લગભગ ૮૦ હજારના સ્તરે પહોંચવાની તૈયારી છે (જીએસટી કાઉન્ટ કરીએ તો ૮૦ હજાર પાર) જ્યારે ચાંદી પણ એક લાખનું સ્તર બ્રેક કરવાની તૈયારીમાં છે (જીએસટી સાથે ગણતરી કરીએ તો લગભગ પાર). આજે આખા દેશમાં અહોઈ અષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહોઈ પર અનેક લોકો ચાંદી ખરીદવાનું શુભ માને છે. આ ઉપરાંત તહેવારની સીઝન પણ ચાલુ છે. દીવાળી નજીક છે. ત્યારે આજે સવારે સોના અને ચાંદીના ભાવ શું છે તે ખાસ જાણીએ.
સતત વધી રહેલા ભાવથી ચિંતાતુર રોકાણકારો અને રિટેલ ખરીદી કરવા માંગતા ગ્રાહકોને થોડી શાંતિ થાય તેવા સમાચાર મળ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ૈંહઙ્ઘૈટ્ઠ મ્ેઙ્મઙ્ર્મૈહ છહઙ્ઘ ત્નીુીઙ્મઙ્મીજિ છજર્જષ્ઠૈટ્ઠંર્ૈહ) ની અધિકૃત વેબસાઈટ ૈહ્વદ્ઘટ્ઠટ્ઠિંીજ.ર્ષ્ઠદ્બ ના રેટ્સ જાેઈએ તો ૯૯૯ પ્યોરિટીવાળા ૧૦ ગ્રામ સોનાના ક્લોઝિંગ રેટ્સમાં ઘટાડો જાેવા મળ્યો. જે ૧૧ રૂપિયા ઘટીને ૭૮૬૯૨ રૂપિયા પર ક્લોઝ થયો. ગઈ કાલે ભારે ઉછાળા સાથે તે ૭૮૭૦૩ પર ખુલ્યો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ ૨૮૯ રૂપિયાનો ઘટાડો જાેવા મળ્યો. ચાંદી તૂટીને ૯૮૮૬૨ પર ક્લોઝ થઈ હતી. જે સવારે ઉછાળા સાથે ૯૯૧૫૧ પર ખુલી હતી.
ક્લોઝિંગ રેટ્સમાં સામાન્ય ઘટાડો જાેતા પણ લોકોને રાહતના સંકેત લાગી રહ્યા છે. કદાચ ભાવમાં ઘટાડો જાેવા મળે. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા બપોરે ૧૨ વાગ્યાની આસપાસ લેટેસ્ટ રેટ્સ જાહેર થશે ત્યારે સોનાના ભાવમાં વધારો જાેવા મળે છે કે ઘટાડો તે ખ્યાલ આવશે. પણ હાલ તો ક્લોઝિંગ રેટ્સમાં ઘટાડો જાેતા તહેવારો ટાણે કઈક રાહત મળી હોય એવું જણાય છે.
ફેસ્ટિવ સીઝનમાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી જાેવા મળી છે. રિટેલ ભાવ ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યા છે. જાે કે વાયદા બજારમાં આજે ગોલ્ડ અને સિલ્વરના ભાવ રેકોર્ડ હાઈથી નીચે જાેવા મળ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર ઈન્ટ્રાડે માં ૨૭૭૨ ડોલર પર રેકોર્ડ બનાવીને સોનું લગભગ ૪૦ ડોલર ગગડી ગયું. ઘરેલુ બજારમાં પણ ઘટાડો જાેવા મળ્યો. ચાંદી પણ તૂટી. આજે ટ્રેડની શરૂઆત જાે કે લીલા નિશાનમાં થઈ. સ્ઝ્રઠ પર સોનું ૧૮૧ રૂપિયાની તેજી સાથે ૭૭,૯૯૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ જાેવા મળ્યું. જે કાલે ૭૭,૮૧૨ પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી ૫૭૭ રૂપિયાની તેજી સાથે ૯૭,૫૩૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જાેવા મળી જે કાલે ૯૬,૯૬૦ રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
એક્સપર્ટ્સનું કહેવું છે કે ગોલ્ડની માંગણી વધવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. પહેલું એ કે ગત વર્ષ ઓક્ટોબરમાં ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો. ત્યારબાદથી સતત મધ્યપૂર્વમાં હાલાત ચિંતાજનક છે. જ્યારે પણ અનિશ્ચિતતાનો માહોલ હોય તો સોનાની માંગણી વધી જાય છે. કારણ કે સોનું સુરક્ષિત રોકાણ ગણાય છે. બીજુ, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. ૫ નવેમ્બરે મતદાન થશે. ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસઅને રિપબ્લિક ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળી રહી છે. ત્રીજુ, અમેરિકામાં આગામી મહિને ઈન્ટરેસ્ટ રેટમાં કમી જાેવા મળી શકે છે. જેની અસર પણ સોના પર પડવાની ભીતિ છે.
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. ૈંમ્ત્નછ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં ય્જી્ સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.