હિમાચલની પાર્વતી ખીણમાં વાદળ ફાટવાથી અનેક મકાનો -દુકાનોને ભારે નુકસાન

મનાલી) હિમાચલ પ્રદેશની પાર્વતી ખીણમાં મંગળવારે સવારે વાદળ ફાટવાથી પ્રખ્યાત ટ્રેકિંગ સ્થળ તોશમાં ઘણી દુકાનો, મકાનો અને એક પુલને નુકસાન થયું હતું. તમને જણાવી દઈએ કે તોશમાં ઘણા બૌદ્ધ મંદિરો અને મઠો છે. અહેવાલો અનુસાર, વાદળ ફાટવાની ઘટના લગભગ ૩ વાગ્યે બની હતી. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. એક રહેવાસીએ જણાવ્યું કે વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું જેના કારણે જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન થયું. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક આવેલા પૂરને કારણે ઘણા બગીચાઓ પણ નાશ પામ્યા છે.કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરુલ એસ રવીશે જણાવ્યું કે આ ઘટના સવારે મણિકરણના તોશ વિસ્તારમાં બની હતી અને કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે કહ્યું કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તેમણે કહ્યું, ‘અમે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા અને નાળાઓ પાસે કામચલાઉ બાંધકામો ન બનાવવાની અપીલ કરીએ છીએ. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે કહ્યું કે નકથાનને જાેડતા રસ્તાઓ અને પુલને નુકસાન થવાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજેપી નેતાએ એકસ પર લખ્યું, ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ સરકાર અને વહીવટીતંત્રનો કોઈ પ્રતિનિધિ હજુ સુધી ઘટનાસ્થળે પહોંચ્યો નથી. સરકારે નુકસાનની ભરપાઈ માટે તાત્કાલિક પગલાં લેવા જાેઈએ.’ પાર્વતી ખીણમાં ઘણા સુંદર ગામો છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવતા રહે છે.હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના ૭ જિલ્લામાં આગામી ૨ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની ‘ઓરેન્જ’ ચેતવણી જારી કરી હતી. મંડીમાં ૨૯, કુલ્લુમાં ૮, શિમલામાં ૪ અને કાંગડા અને કિન્નૌર જિલ્લામાં ૨-૨ સહિત કુલ ૪૫ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ હતા અને રાજ્યભરમાં ૨૧૫ ટ્રાન્સફોર્મર ખોરવાઈ ગયા હતા, એમ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું. હવામાન વિભાગે ૩૦ જુલાઈ અને ૨ ઓગસ્ટે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ‘યલો એલર્ટ’ પણ જારી કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution