કાબુલ-
અફઘાનિસ્તાનના શિક્ષણ મંત્રીના નિવેદનની ભારે ટીકા થઇ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે શિક્ષણ અંગે આ પ્રકારના વિચાર ધરાવવા શરમજનક છે. આવા લોકોને સત્તામાં રહેવાનો કોઇ જ અધિકાર નથી. તેમના વિચારોથી યુવાઓ અને બાળકો પર અત્યંત ખરાબ પ્રભાવ પડી શકે છે. તાલિબાનની સરકારમાં શિક્ષણ મંત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. સાથે તેમને આ પદ પરથી હટાવવાની માગણી પણ થઇ રહી છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં અફઘાનિસ્તાનના નવા શિક્ષણ મંત્રી શેખ મૌલવી નુરુલ્લા કહી રહ્યા છે કે પીએચડી અને માસ્ટર ડીગ્રીની કોઇ વેલ્યૂ જ નથી. સાથે તેમણે પોતાના અભણ નેતાઓ અને મંત્રીઓના વખાણ પણ કર્યા હતા.
અફઘાનિસ્તાનના શિક્ષણ મંત્રી શેખ મૌલવી નુરુલ્લાએ કહ્યું હતું કે તમે જાેઇ રહ્યા છો કે મુલ્લા અને તાલિબાન જે આજે સત્તામાં છે તેમની પાસે પીએચડી, એમએ કે હાઇસ્કૂલનું શિક્ષણ પણ નથી છતા તેઓ મહાન છે. અફઘાનિસ્તાન સરકારના મંત્રીઓમાં ૧૪ તો આંતરરાષ્ટ્રીય આતંકીઓ છે. અફઘાનિસ્તાનના શિક્ષણ મંત્રી ખુદ કોઇ જ ડીગ્રી કે વિશેષ શિક્ષણ નથી ધરાવતા.