હેડીંગ ૧૬ મહિના બાદ ભારતીય ટીમની જર્સી સાથે રિષભ પંત જોવા મળ્યો

નવીદિલ્હી :ડિસેમ્બર ૨૦૨૨માં કાર-અકસ્માતને કારણે ક્રિકેટથી દૂર રહેનાર વિકેટકીપર-બૅટર રિષભ પંત ૧૬ મહિના બાદ ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાં જોવા મળ્યો હતો ચમી જૂને આયરલૅન્ડ સામે T20 વર્લ્ડ કપ ૨૦૨૪ની પહેલી મૅચ રમવા પહેલાં ભારતીય ટીમ નવી જર્સીમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી. ડિસેમ્બર ૨૦૨૨માં કાર-અકસ્માતને કારણે ક્રિકેટથી દૂર રહેનાર વિકેટકીપર-બૅટર રિષભ પંત ૧૬ મહિના બાદ ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાં જોવા મળ્યો હતો. આ પહેલાં દિલ્હી કૅપિટલ્સ માટે બ્લુ જર્સીમાં IPLની ૧૩ મૅચમાં ૪૪૬ રન બનાવ્યા બાદ પંત ધીમે-ધીમે ફૉર્મમાં આવી રહ્યો છે. ફિટ પંત ન્યુ યૉર્ક સિટી પાસે કેન્ટિયાગ પાર્ક ખાતે ભારતીય નેટ-પ્રૅક્ટિસમાં સારા ફૉર્મમાં દેખાતો હતો. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘ભારતીય જર્સી પહેરીને મેદાન પર પાછા ફરવું એ એક અલગ લાગણી છે. મેં ઘણું ગુમાવ્યું છે, આશા છે કે હું એનો લાભ ઉઠાવી શકીશ અને અહીંથી વધુ સારું પ્રદર્શન કરી શકીશ. મને અહીં ટીમને જોઈને અને તેમને ફરીથી મળવાનો, સમય પસાર કરવાનો, તેમની સાથે મજા કરવાનો, તેમની સાથે વાત કરવાનો ખરેખર આનંદ આવ્યો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution