હેડ ટી-૨૦માં ૩૦૦થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે ઇનિંગ્સ રમનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બન્યો


લંડન:ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે ટી-૨૦શ્રેણી રમાઈ રહી છે. જેની પ્રથમ મેચ ૪ સપ્ટેમ્બરે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોની તોફાની સ્ટાઈલ જાેવા મળી હતી. મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડે સ્કોટલેન્ડના બોલરોને પછાડ્યા હતા.આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા હતા, જ્યારે ટ્રેવિસ હેડના નામે એક ખાસ રેકોર્ડ પણ બન્યો હતો. જે બાદ હેડ ઓસ્ટ્રેલિયા તરફથી બેટિંગ કરતી વખતે વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બની ગયો છે જ્યારે તેણે સૌથી વધુ ૮૦ રનની ઇનિંગ રમી હતી. હેડે માત્ર ૨૫ બોલમાં આ ૮૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૩૨૦ હતો. હેડ હવે ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૨૦ કે તેથી વધુ બોલનો સામનો કર્યા બાદ ૩૦૦થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે ઇનિંગ્સ રમનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બની ગયો છે. હેડ પહેલા આ રેકોર્ડ અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીના નામે હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૫૪ રન બનાવ્યા હતા. જે બાદ ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરીને માત્ર ૯.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેડે સૌથી વધુ ૮૦ રન બનાવ્યા જેમાં ૧૨ ફોર અને ૫ સિક્સ સામેલ હતી. આ સિવાય કેપ્ટન મિચેલ માર્શે ૧૨ બોલમાં ૩૯ રનની ઇનિંગ રમી હતી. જેમાં ૫ ફોર અને ૩ સિક્સ સામેલ હતી. જાેશ ઈંગ્લિશે ૧૩ બોલમાં ૨૭ રનની અણનમ ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ ૭ વિકેટે જીતીને શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution