મુંબઈ,
એચડીએફસી એ તેના ચોથા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો ત્રિમાસિક ધોરણે ૮.૭ ટકા વધીને ૩૧૮૦ કરોડ રૂપિયા થયો છે. બીજી બાજુ, ત્રિમાસિક ધોરણે વ્યાજની આવકમાં ૦.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તે અગાઉના ક્વાર્ટરમાં રૂ. ૪,૦૬૮ કરોડથી ઘટીને રૂ. ૪,૦૬૫ કરોડ થઈ ગયો છે.
અપેક્ષિત કરતા કંપનીનું પ્રદર્શન સારૂ રહ્યું છે. એસેટ ક્વોલિટી પર નજર કરીએ તો એચડીએફસીનો ગ્રોસ એનપીએ પાછલા ક્વાર્ટરમાં ૧.૯૧ ટકાથી વધીને ૧.૯૮ ટકા થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના ગ્રોસ એનપીએમાં ૭ બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. ત્રિમાસિક ધોરણે કંપનીની વ્યક્તિગત ગ્રોસ એનપીએ ૦.૯૮ ટકાથી વધીને ૦.૯૯ ટકા થઈ ગઈ છે, જ્યારે ક્વાર્ટર ધોરણે નોન-પર્સનલ ગ્રોસ એનપીએ ૪.૩૫ ટકાથી ૪.૭૭ ટકા વધ્યા છે.
કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે શેર દીઠ ૨૩ રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત કંપનીના બોર્ડે ૩ વર્ષ માટે મેનેજીંગ ડિરેક્ટર તરીકે કેકી મિસ્ત્રીની નિમણૂક અને ખાનગી પ્લેસમેન્ટના આધારે રૂ. ૧.૨ લાખ કરોડની એનસીડી આપવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દીધી છે.