એચડીએફસી વિશ્વની ૧૦મી સૌથી મોટી બેંક બની


નવી દિલ્હી:ભારતીય બેંકો, જે થોડા વર્ષોપહેલા જંગી દ્ગઁછ સાથે સંઘર્ષ કરી રહી હતી, તે હવે વિશ્વની અગ્રણી બેંકોને સ્પર્ધા આપી રહી છે. વર્ષ ૨૦૨૪ ના બીજા ક્વાર્ટરના અંત સુધીમાં ખાનગી ક્ષેત્રની ૐડ્ઢહ્લઝ્ર બેન્કનું બજાર મૂલ્ય ૧૭ ટકા વધ્યું છે. બેંકનું માર્કેટ કેપ પણ ઇં૧૫૪.૪ બિલિયનના આંકડાને પાર કરી ગયું છે. આ સાથે ૐડ્ઢહ્લઝ્ર બેંક વિશ્વની ૧૦મી સૌથી મોટી બેંક બની ગઈ છે. એચડીએફસી બેંક ઉપરાંત, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ બેંક પણ વિશ્વભરની બેંકોને સખત સ્પર્ધા આપી રહી છે ગ્લોબલ ડેટા અનુસાર, એચડીએફસી, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકો ભારતની ત્રણ સૌથી મોટી લોન વિતરણ બેંકો છે. જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આ ત્રણેય બેંકોના માર્કેટ કેપમાં વધારો થયો છે. આ કારણે આ ત્રણેય બેંકો વૈશ્વિક રેન્કિંગમાં પણ સતત ઉપર જઈ રહી છે. ૐડ્ઢહ્લઝ્ર બેંક રેન્કિંગમાં ૩ સ્થાન આગળ વધીને ૧૦મા સ્થાને પહોંચી છે. વૈશ્વિક ડેટા અનુસાર, મજબૂત ત્રિમાસિક પરિણામો, રોકાણકારોના સકારાત્મક વલણ અને બેંકના ભવિષ્ય વિશે વધતી અપેક્ષાઓને કારણે આ ઉછાળો આવી રહ્યો છે. ૐડ્ઢહ્લઝ્ર બેંકના ત્રિમાસિક પરિણામો ૨૦ જુલાઈના રોજ આવવાના છે. રિપોર્ટ અનુસાર, રોયલ બેંક ઓફ કેનેડા વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે ૧૦મા સ્થાને હતી. બીજી તરફ ૈંઝ્રૈંઝ્રૈં બેન્કનું બજાર મૂલ્ય પણ જૂન ક્વાર્ટરના અંતે ૧૧.૫ ટકા વધીને ઇં૧૦૨.૭ બિલિયન થયું છે. આ સાથે, તે ટોચની ૨૫ વૈશ્વિક બેંકોમાં ૧૮માં નંબર પર આવી ગઈ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution