બાળઉછેરમાં માતા-પિતા અને વડીલોના વિચારોમાં સંવાદિતા જરૂરી

લેખકઃ દ્રષ્ટિ ભટ્ટ | 

બાળકોના ઉછેરમાં માતાપિતા અને ઘરના સભ્યોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. તેઓ બાળકને સાચા મૂલ્યો, નૈતિકતા અને જીવન જીવવાની રીતો શીખવે છે. પરંતુ, જ્યારે માતાપિતાના વિચારો, માન્યતાઓ અને માર્ગદર્શનની પદ્ધતિઓમાં ભિન્નતા હોય, ત્યારે તે બાળકોના ઉછેરમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે.

માતા-પિતા બનતા બંને માણસો જુદા-જુદા વાતાવરણમાં ઉછરેલા હોય છે. તેમનું બાળપણ, શિક્ષણ, પ્રવૃત્તિઓ અને ઉછેરનો પ્રભાવ તેમના પોતાના બાળકોના ઉછેર અંગેના વિચારોમાં હોય એ બહુ સ્વાભાવિક છે. જાે થોડો ઘણો બાળઉછેર અંગેના વિચારોમાં ફેર હોય તો ચાલી શકે, પરંતુ જયારે એ વિચારો સંપૂર્ણ જુદા હોય ત્યારે બાળકોની બહુ ખરાબ હાલત થતી હોય છે. આવું વાતાવરણ બાળકમાં ગેરસમજ અને અસુરક્ષાની ભાવના જગાડે છે. મારા માનવા પ્રમાણે આવા સમયે માતાપિતાએ ઝઘડવા અને એકબીજાને ઈગોમાં હરાવવાની સ્પર્ધા કરવાને બદલે વચ્ચેનો રસ્તો કાઢવો જાેઈએ. બાળકો હજુ અપરિપક્વ હોવાને લીધે શું કરવું એ નક્કી નથી કરી શકતા અને પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે.

આવા સમયે માતાપિતાએ પોતપોતાના ક્ષેત્રો પસંદ કરી લેવા જાેઈએ. જે ક્ષેત્ર માતાનું હોય તેમાં માતાના ર્નિણયો અને વિચારો પ્રમાણે બાળક સાથે માતાને કામ પાડવા દેવું જાેઈએ અને જે ક્ષેત્ર પિતાનું હોય તેમાં પિતાના વિચારો પ્રમાણે પિતાને બાળક સાથે કામ પાડવા દેવું જાેઈએ. દા.ત. બાળકને શું ખોરાક આપવો અથવા પહેરવેશ અને સ્વચ્છતા બાબતના ર્નિણયો માતા લે અને સ્પોર્ટ્‌સ જેવી પ્રવૃત્તિના ર્નિણયો પિતા લે તેવું થઈ શકે.

માતા બાળક સાથે વધુ સમય પસાર કરતી હોય તો બાળકની જરૂરિયાતો અથવા રસના વિષયો માતા માટે ઓળખવા સહેલા છે. તે જાણકારીના આધારે માતા બાળકના રસ અને રુચિના વિષય પિતાને જણાવે અને તે વિષયમાં પોતાના બાળકને કોણ સારી રીતે માર્ગદર્શન અથવા કોચિંગ આપી શકશે તે પિતા નક્કી કરે તો સરળતાથી બાળકના સારા ભવિષ્ય માટેના ર્નિણય લઇ શકાય. જાે આવું નહીં કરવામાં આવે તો બાળક થોડું મોટું થતાં માતાપિતા વચ્ચેના વિચારોના ફેરફારોનો ફાયદો ઉઠાવતા થઈ જશે અને માતાપિતામાંથી જે પોતાને ગમતી વસ્તુ કરવા દેશે તેની પાસે જ પોતાની ઈચ્છાઓ પુરી કરાવશે. જેની અસર તરીકે બાળકમાં ખોટું બોલવું, બનાવટ કરવી વગેરે જેવા દુર્ગુણો જાેવા મળશે અને તેનું પરિણામ માતાપિતા અને સમાજે ભવિષ્યમાં ભોગવવા પડશે.

 આ વાતમાં હજુ એક પાસું ઘરના વડીલોનું પણ છે. જાે તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હો અને તમે સંપૂર્ણ સમય બાળકને આપતા હો તો વડીલો દ્વારા બાળઉછેર વિષે આપવામાં આવતું માર્ગદર્શન ધ્યાનથી સાંભળો અને તેમાંથી તાર્કિક રીતે તમને સાચું લાગે એટલું અનુસરો. વડીલો કહે એટલે વાત જુના જમાનાની જ હોય અને ન જ અનુસરવી જાેઈએ એવી જડતા પણ ન રાખવી જાેઈએ, અને વડીલો મોટા છે એટલે એ કહે એ બધું આંખ બંધ કરીને અનુસરવું એવું પણ ન જ હોવું જાેઈએ. આનાથી ઉલ્ટું એવું પણ જાેવામાં આવે છે કે માતાપિતા નોકરી પર ચાલ્યા જાય અને આખો દિવસ બાળકને સાચવવાની જવાબદારી વડીલો પર હોય પરંતુ એમણે ચુસ્તપણે માતાપિતા દ્વારા અપાયેલી સૂચનાઓ જ અનુસરવાની તેવું ઘણા ઘરોમાં જાેવા મળે છે, એ પણ ખોટું જ છે. એ સમયે માતાપિતાએ વડીલો પર વિશ્વાસ રાખી અને તેમની સૂઝ અને જિંદગીના અનુભવ પ્રમાણે બાળકોને ઉછેરવા દેવા જાેઈએ. ઘરના સભ્યોએ તેમના વિચારો અને નૈતિક મૂલ્યોને વ્યવહારિક ઉદાહરણો દ્વારા રજૂ કરવાં જાેઈએ.

સામાન્ય રીતે ઘરમાં જાે સાથે બેસી, વાતો કરી અને સામુહિક રીતે જવાબદારી અથવા દરેકના ર્નિણયો માટેના ક્ષેત્રો નક્કી કરવામાં આવે તો વડીલો અને બાળકો બંનેને કઈ દિશામાં વિચારવું અને કેવું વર્તન કરવું તે બાબતની સ્પષ્ટતા રહે છે. તેમનો પ્રયાસ હોવો જાેઈએ કે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિમાં આવે અને બાળકોને એક જ દિશામાં માર્ગદર્શન આપે.

જે પણ ર્નિણયો લેવાય તે સામુહિક સંતુલિત ર્નિણય લેવાય કે જે બાળકના હિતમાં હોય. ટૂંકમાં, આપણા મોટાનં ઈગો અને વિચારોના તફાવતનો ભોગ બાળકોને ન બનવા દઈએ અને સંપૂર્ણ આત્મવિશ્વાસ ધરાવતી ભાવિ પેઢીનું નિર્માણ કરીએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution