જબુગામ પાસે આવેલ એક લીઝમાં દૂષિત પાણી કાઢતા પર્યાવરણ તથા પશુ પક્ષીઓને નુકસાન


બોડેલી,તા.૧૬

બોડેલી તાલુકાના જબુગામ પાસે આવેલ નાના વડલાની આસપાસ એક લીઝમાં માટી ધોઈ અને રેતી કાઢવાનું કામ ચાલી રહ્યું છે જેને લઇ દૂસિત પાણીનો રગડો નદીમાં અને નદીમાં જ કાઢવામાં આવે છે જેને લઇ ખૂબ જ એ લીઝ ખૂબ જ ચર્ચામાં આવેલ છે શું કોઈ કેમિકલ નો ઉપયોગ થતો હશે ? કેમ કે આટલા પુષ્કળ પ્રમાણમાં રગડો અને દૂષિત પાણી પહેલી વાર જાેવા મળી રહ્યું છે

જબુગામ ઓરસંગ નદીમાં આસપાસના પશુઓ આવતા જતા હોય છે અને લીઝ ના ખાડાઓમાંથી પાણી પીતા હોય છે અને આસપાસ ઊગેલ ઘાસચારો ખાતા હોય છે તો શું આવા દુષિત પાણી ના કારણે તેઓ સુરક્ષિત છે આવા અનેક સવાલો જાેવા મળી રહ્યા છે

વારંવાર રજૂઆતો કરવા છતાં નદીમાં આવેલ લીઝની રસ્તાઓ પર પાણીનો છંટકાવ પણ થતો નથી જેને લઇ આસપાસમાં ખેડૂતોને પાક નુકસાની નો સામનો પણ કરવો પડતો હોય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થાય છે કેમકે આજ વર્ષે આ લીજ ચાલુ થયેલ છે અને એની ઊંડાઈ જાેતા એવું લાગી રહ્યું છે કે અંદાજિત ૫૦ થી ૬૦ હજાર ટન જેટલી રેતી કાઢવામાં આવી હશે એવી પણ લોક ચર્ચા સામે આવી છે તો શું આ બાબતને ધ્યાનમાં લઇ ખનીજ વિભાગ દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા હશે કેમકે જાે આ લીઝમાં કાયદાકીય રીતે તપાસ થાય તો ખૂબ જ મોટી સંખ્યામાં દંડ આવે એવું લાગી રહ્યું છે ખનીજ વિભાગ દ્વારા ટૂંક સમય અગાઉ જ જિલ્લાની લઝોની માપણી કરવામાં આવેલ હતી તો શું આ લીજની માપણી થઈ હશે અને જાે થઈ હોય તો આટલા પુષ્કળ પ્રમાણમાં રેતી વહન કર્યા બાદ પણ આ લીજ આજની તકે ચાલુ કેમ છે એ મહત્વનો સવાલ છે આવા અનેક સવાલો આલીસ સાથે સંકળાયેલા છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution