ડાંગ કોંગ્રેસના બાહુબલી ગણાતા હરીશ બચ્છાવ ભાજપમાં જાેડાયા

ડાંગ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચાલુ થઈ ચૂક્યો છે તેવામાં ડાંગ કોંગ્રેસના બાહુબલી ગણાતા હરીશ બચ્છાવ ભાજપમાં જાેડાતા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. હરીશ બચ્છાવ સાથે વઘઇ તાલુકાના પૂર્વ પ્રમુખ લલિતાબેન સહિત ૪ જેટલા ગામોના ૨૦૦થી વધુ કાર્યકર્તાઓએ મંત્રી ગણપત વસાવના હસ્તે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસને રામરામ કરી દીધા છે.કોંગ્રેસ પાર્ટીની રાજ્યમાં સૌથી મજબૂત પકડ ધરવાતા ડાંગ જિલ્લાના એક બાદ એક મોટા નેતા ભાજપમાં જાેડાતા હવે ડાંગ જિલ્લો કોંગ્રેસ મુક્ત બનવાની તૈયારીમાં છે. એક પછી એક કોંગ્રેસના નેતા ભાજપમાં જાેડાયા બાદ કોંગ્રેસમાં રહી વિરોધ પક્ષના મજબૂત નેતા તરીકેની ભૂમિકા ભજવનાર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરીશ બચ્છાવ જેમને કોંગ્રેસના બાહુબલી તરીકે ઓળખવામાં આવે છે. તેમની સાથે વઘઇ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવીત પણ આજે ભાજપમાં જાેડાઇ ગયા છે.

આ ઉપરાંત વઘઇ તાલુકા કોંગ્રેસના ૪ ગામોના સક્રિય અને પાયાના ૨૦૦થી વધુ કાર્યકરો પણ કોંગ્રેસને રામ રામ કરી ડાંગ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જાેડાઇ જતા કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા છે. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત બાદ એક પછી એક કોંગ્રેસના નેતાઓ સહિત હજારો કાર્યકરો ભાજપમાં જાેડાતા કોંગ્રેસનો ગઢ ગણાતો ડાંગ જિલ્લો કોંગ્રેસ મુક્ત બનવાની તૈયારીમાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution