ગાંધીનગર-
હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં તેને ગુજરાતના મુખ્યમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા અને પાટીદાર આંદોલન સહિતના અનેક મુદ્દાઓ વાત કરી છે. હાર્દિક પટેલનુ કહેવું છે કે BJP સરકારે તેમની 5 વર્ષ પહેલાની માંગો પૂરી કરી નથી, અને અને કહ્યું કે અગાઉની સરકાર જેવું તમારુ વર્તન નહી હોય તેવી આશા રાખું છું, આ પત્રમાં વધુમાં તેને અનામત આંદોલન દરમિયાન પાટીદારો વિરુદ્ધ 400 કેસો નોંધાયા હતા,આ તમામ કેસો પાછા ખેંચવાનું વચન અગાઉની સરકારે આપ્યું હતું જે પુરું થયું નથી તે તમામ કેસ પરત ખેંચવાની માગ કરી છે.
હાર્દિકનું કહેવુ છે કે ગરીબ અને પછાત વર્ગને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર અનામત આપવા માટે નવી જોગવાઇઓ કરી રહી છે. તથા સવર્ણોને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ 28 કેસ નોંધાયેલા છે તથા જુલાઈ 2015માં ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન પછી 438 કેસ નોંધવામાં આવ્યા છે. તેનુ કહેવુ છે કે આ આંદોલનથી પાટીદાર સહિત અનેક સમાજના ગરીબ વર્ગને ફાયદો થયો હતો, જો આ આંદોલન ખોટું હોત તો તે ફાયદો થયો ન હોત
પાટીદાર અનામત આંદોલનના તમામ નેતા પર ખોટા આરોપ છે, અને પાટીદાર સમાજના દિકરા તરીકે હું માંગણી કરુ છું કે મારા સહિત તમામ નિર્દોષ પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી ઝડપથી કરે