શ્રીલંકા ટી-૨૦ શ્રેણી માટે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને વન ડે શ્રેણી માટે સુકાની બનાવાશે

ભારતીય ક્રિકેટ ટીમ ૨૭ જુલાઈથી ૭ ઓગસ્ટ સુધી શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે, જ્યાં ટીમ પહેલા ૩ ટી-૨૦ અને પછી ૩ વન ડે મેચોની શ્રેણી રમશે. ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર આ પ્રવાસથી પોતાનો કાર્યકાળ સંભાળવા જઈ રહ્યા છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત મંગળવાર અથવા બુધવાર સુધીમાં થઈ શકે છે. તે પહેલા ભારતના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે.અને આ તમામ વરિષ્ઠ ખેલાડીઓએ વનડે શ્રેણી રમવી જાેઈએ. જ્યારે બીસીસીઆઇ અને પસંદગીકારો રોહિત, વિરાટ અને બુમરાહને આરામ આપવા માંગે છે. આ તમામ ખેલાડીઓ ૩ થી ૬ અઠવાડિયા સુધી આરામ ઈચ્છે છે. આ તમામ ખેલાડીઓએ તાજેતરમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ ભારતને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ટ્રોફી જીતવામાં મદદ કરી હતી. હવે એ જાેવાનું રસપ્રદ રહેશે કે પસંદગીકારો ગંભીરની વાત પર કેટલું ધ્યાન આપે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાંથી આરામ ઈચ્છે છે. તે અંગત કારણોસર વન ડે ટીમનો ભાગ બનવા માંગતો નથી. આ માટે તેણે બીસીસીઆઇને અપીલ કરી છે. હવે જાે હાર્દિક પંડ્યા શ્રીલંકા સામે નહીં રમે તો તેનું સ્થાન કોણ લેશે તે મોટો પ્રશ્ન છે.

બીસીસીઆઇઅને પસંદગીકારો શ્રીલંકા સામેની ટી-૨૦ શ્રેણી માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી શકે છે, જ્યારે કેએલ રાહુલને વન ડે શ્રેણી માટે સુકાની બનાવવામાં આવી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution