છોટાઉદેપુર -
છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો સિંચાઇનો પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે આવેલો સુખી ડેમ સંપૂર્ણ ભરાઇ ગયો છે. આજે સોમવારે ડેમની ફુલ રીયુર્વોઅર સપાટી ૧૪૭.૮૨ મી. સુધી પાણી ભરાઇ જતા ડેમની સંગ્રહ ક્ષમતા ૧૭૩.૦૧૧ એમ.સી.એમ. સુધીપાણી સંગ્રહ થાય છે. જોકે, સુખી ડેમનું આજની તારીખનું રૃલ લેવલ ૧૪૭.૭૮ મી. છે. ડેમમાં પાણીની આવક (ઇનફલો) પણ ચાલુ છે.
ડેમના જળસપાટીના સમયપત્રક પ્રમાણે તા. ૩૦ સપ્ટે.ના રોજ ૧૪૭.૮૨ મી. (એફ.આર.એલ.) સુધી પાણી ભરવાનું છે. જોકે, ડેમ હવે સંપૂર્ણ ભરાઇ ગયો છે. ઇનફલો ૫૨૨.૬૩ ક્યુસેક્સના દરથી પાણી આવી રહ્યું હોઇ સોમવારે સાંજે પાંચ વાગ્યે ડેમનો ગેટ નં. ૫ ૧૫ સે.મી. જેટલો ખુલ્લો કરી ડેમમાંથી તેટલી જ માત્રામાં પાણી ભારજ નદીમાં છોડાઇ રહ્યું છે. સુખી ડેમ સાઇટ પર સિઝનનો કુલ વરસાદ ૧૩૧૪ મી.મી. નોંધાયો છે.સુખીડેમ છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ઇરીગેશન સ્કીમનો મુખ્ય ભાગ છે. આ ડેમ ચાર કિ.મી.થી પણ વધુ લંબાઇ ધરાવે છે. ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા ૧૪૭.૮૨ મી. લેવલ પર મહત્તમ છે. આ લેવલ આજે નોંધાયું છે. તે સાથે જ કમાન્ડ વિસ્તારના ખેડૂતોમાં સુખી ડેમ ફુલ ભરાઇ જવાથી ખુશાલી વ્યાપી છે. શિયાળુ – ઉનાળુ પાકો માટે પાવીજેતપુર, જાંબુઘોડા, બોડેલી તાલુકાના ખેડૂતોને સુખી ડેમના પાણી ઉપકારક નિવડે છે. સુખીડેમનું લાઇવ સ્ટોરેજ ૧૬૩.૨૧૮ એમ.સી.એમ. થયું છે. ગ્રોસ સ્ટોરેજ તેની મહત્તમ ક્ષમતા એટલે કે ૧૭૩.૦૧૧ એમ.સી.એમ. નોંધાયું છે.ડેમ સત્તાધિશોએ ઇનફલો રેટ ૫૨૨.૬૬ ક્યુસેક્સ છે.