યુક્રેનમાં ફસાયેલ યુવતી સુરક્ષિત વતન પરત ફરતાં ખુશીનો માહોલ 

વડોદરા, તા.૨૧

યુક્રેન અને રશીયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધના સંકટમાં ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓ પૈકી શહેરની વિદ્યાર્થીની પણ સંકટમાં આવી જતા પરિવારજનો દ્વારા અનેક રજુઆત કર્યા બાદ સુરક્ષિત રીતે વતન પરત ફરતા પરિવારજનોમાં હાશકારો અનુભવતા જાેવા મળ્યા હતા.

યુક્રેન અને રશિયા વચ્ચે ધર્ષણ વધતા યુક્રેનમાં વસતા ઍઅનેક ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટેના જરુરી પગલાં ઉઠાવીને યુક્રેન - ભારત વચ્ચે સીધી ફલાઈટ પર લાદવામાં આવેલ પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો હતો. પ્રતિબંધ દૂર કરી દેતા અનેક ભારતીય નાગરિકો અને બહોળી સંખ્યામાં મેડીકલ કોલેજાેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા હતા. શહેરની આસ્થા સિંધા યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગઈ હતી. યુધ્ધનું સંકટ આવતા તે તેના શહેરમાં સુરક્ષિત હતી પરતું તે સ્થળની પરિસ્થિતીને જાેતા તે મુજવણ અનુભવી રહી હતી. જ્યારે શહેરમાં રહેતાામાતા – પિતા ચિંતાતુર થઈને મુખ્યમંત્રી સહિતના હોદ્દેદારોને વિનંતિ કરતા તેમની દિકરી પરત વડોદરા ફરી હતી. હેમખેમ રીતે પરત ફરેલી દિકરીને જાેઈને સામાજીક કાર્યકર્તા અને આસ્થાના પિતા અરવિંદ સિંધાએ જણાવ્યુ હતું કે, એર ઈન્ડીયાની ત્રણ ફલાઈટ ભારત આવતી હોવાથી પચાસ ટકા જેટલું વધુ ભાડું ચુકવીને આસ્થાને પરત વતન બોલાવી હતી. હવે પછી યુધ્ધ બંધ થશે બાદમાં જ પરત અભ્યાસ માટે મોકલશે.ત્યાં સુધી દિકરી આસ્થા ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution