આ રાશિના જાતકો પર મહેરબાન રહે છે પવનપુત્ર હનુમાનજી, ધન-દૌલતની નથી રહેતી કમી

માનવામાં આવે છે કે રામભક્ત હનુમાન ઝડપથી પ્રસન્ન થતા ભગવાન છે. સાથે જ તેઓ પતાના ભક્તોને સંકટોથી પણ દૂર રાખે છે. બજરંગબલીની કૃપા બગડેલા કામોને પણ બનાવી દે છે માટે મંગળવારના દિવસે હનુમાનજીની પુરા મનથી પૂજા-આરાધના કરવા માટે કહેવામાં આવે છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જેમના પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. જ્યોતિષ પ્રમાણે આ જાતક એ રાશિઓ સાથે સંબંધિત હોય છે જેમના પર સંકટમોચક હનુમાન પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખે છે.

આ રાશિઓ પર રહે છે હનુમાનજીની વિશેષ કૃપા

મેષ- જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર હનુમાનજી સૌથી વધારે મેષ રાશિવાળા પર મહેરબાન રહે છે માટે તેમને કષ્ટોથી દૂર રાખે છે. આ રાશિના જાતકોને મજબૂત ઈચ્છાશક્તિ, બુદ્ધિમત્તા તેમના જીવનમાં હંમેશા ધન-સમૃદ્ધિ બનાવી રાખે છે.

કુંભ- આ રાશિના જોતકો પર પણ હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. આ લોકો કરિયરમાં ઉંચાઈઓ મેળવે છે અને ખુબ પૈસા કમાય છે. તેમને એ મળે પણ છે. ભલે આ જાતકોને ઘણીવાર લોકો સાથે વાદ-વિવાદ થઈ જાય છે, પણ આખરે જીતે એ જ છે.

સિંહ- આ રાશિના જાતકો સંકટમાં ફસાઈ જાય તો સંકટમોચક હનુમાનજી તેમને એમાંથી બહાર કાઢી દે છે. તેમના જીવનમાં પણ ધન-દૌલત, એશોઆરામ, સફળતા બની રહે છે.

વૃશ્વિક- આ રાશિના લોકોને કામોમાં રૂકાવટોનો સામનો ન બરાબર જ કરવો પડે છે. તેમને ઝડપથી અને સરળતાથી સફળતા મળી જાય છે. પૈસા પણ ઠીક-ઠાક રહે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution