ભારતમાં ફિલ્મ અને ક્રિકેટ હસ્તીઓના ફેન્સ સૌથી વધારે છે. જે જાણવા માગે છે કે તેમના માનીતા સ્ટાર્સની જિંદગીમાં શું ચાલી રહ્યું છે. શોબિઝમાં કેટલા એવા કિસ્સા છે, જ્યારે સાથી અથવા દોસ્તની ખ્યાતનામ હસ્તી સાથે લગ્ન કરી લીધા. ખ્યાતનામ હીરોઈન જે આજકાલ તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બિઝી છે, તેણે લગભગ ૨ વર્ષ પહેલા બેસ્ટ ફ્રેન્ડના પૂર્વ પતિ સાથે લગ્ન કરી લીધા. ત્યારે તેને લોકો તરફથી ઘણા મેણાં સાંભળવા પડ્યા હતા, પણ એક વાર પ્રેમ થઈ જાય પછી લોકોની ચિંતા કરતા નથી.એક્ટ્રેસે ફિલ્મોથી ટીવી શોમાં કામ કર્યું હતું. તેણે ઋતિક રોશન સાથે ફિલ્મમાં કામ કર્યું હતું. પણ બોલીવુડમાં તેને સફળતા જાેઈએ તેવી મળી નહીં. બાદમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વળી ગઈ. શું તમે આ એક્ટ્રેસને જાણો છો? જાે નહીં તો જણાવી દઈએ કે, આ એક્ટ્રેસ હંસિકા મોટવાણી છે.હંસિકા નાની ઉંમરથી એક્ટિંગ કરી રહી છે. તેણે ૧૫ વર્ષની ઉંમરમાં જ હીરોઈન બનવાનો મોકો મળ્યો હતો. તે પુરી જગન્નાથ અને અલ્લુ અર્જુન સાથે પહેલી તેલુગુ ફિલ્મ ‘ડ્ઢીજરટ્ઠદ્બેઙ્ઘેિે’ દેખાઈ હતી. ફિલ્મ હિટ થઈ તો હંસિકા રાતોરાત સ્ટાર બની ગઈ. ત્યારબાદ તેને કેટલીય ફિલ્મો ઓફર થઈ.હંસિકાએ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તે પહેલી વાર ટીવી શો ‘શાકા લાકા બૂમ બૂમ’માં દેખાઈ હતી. શો પોપ્યુલર થયા બાદ તે લોકપ્રિય થઈ ગઈ. બાદમાં તેણે ‘કરિશ્મા કા કરિશ્મા’, ‘સોન પરી’, ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’, જેવા શોમાં કામ કર્યું હતું.હંસિકાએ ૨૦૦૩માં ફિલ્મ ‘કોઈ મિલ ગયા’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તેની ઉંમર લગભગ ૧૩ વર્ષની હતી. તેમાં તે ઋતિક રોશનની મિત્ર બની હતી. ત્યારબાદ ‘જાગો’ અને ‘આબરા કા ડાબરા’માં જાેવા મળી હતી. તેણે લીડ હીરોઈન તરીકે બોલીવુડ ફિલ્મ ‘આપકા કા સુરુર’થી ડેબ્યૂ કર્યું હતું. જે ફ્લોપ રહી હતી. ત્યારબાદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ.હંસિકાની પર્સનલ લાઈફ ત્યારે ચર્ચામાં આવી, જ્યારે તેણે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો.