મોરબી-
હળવદના ગ્રામ્ય વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થવાની માહિતી સામે આવી છે. જે બાદ આ વીડિયોને આધારે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે અને જો વીડિયો હળવદ વિસ્તારનો હશે તો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું પીઆઇએ જણાવ્યું છે. હળવદના એક ગામડામાં લગ્ન પ્રસંગ દરમિયાન નીકળેલા વરઘોડામાં ફાયિંગ કર્યાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાઓના સમૂહમાં નાચતા-નાચતા રાઇફલમાંથી ભડાકા કરતો દેખાઈ છે. લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયાનો મામલો સામે આવતા ભારે ચકચાર મચી છે. આ બનાવ અંગે પોલીસ સાથે વાત કરતા તેમેણ કહ્યું કે, જો આ વીડિયો આ વિસ્તારોનો હશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે