હાલોલ હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલી નર્મદા કેનાલમાં બુધવારે કુદેલા હાલોલના આશાસ્પદ યુવાન નરેન્દ્ર ઉર્ફે નયલુનો ૩૦ કલાક બાદ પણ કોઈ પત્તો નહીં ટીમ પણ સર્ચ ઓપરેશનમાં જાેડાઈ છે. હાલોલ શહેરના વોર્ડ નંબર ૨ ના મહિલા કોર્પોરેટર અને વોર્ડ નંબર ૨ માં આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા સુખીબેન ભાઈલાલભાઈ ચૌહાણનો યુવાન પરણિત પુત્ર નરેન્દ્ર ઉર્ફે નયલું ચૌહાણ ગઈકાલે બુધવારે વહેલી સવારના સુમારે હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલી ખંડીવાળા ગામ પાસેની નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાના ઇરાદે કુદી પડ્યો હતો જેમાં તેને બચાવવા જતા તેની પાછળ પડેલી તેની પત્ની પણ કેનાલમાં ડૂબવા લાગી હતી જેમાં બનાવ જાેઈ આસપાસથી દોડી આવેલા લોકો પૈકીના કોઈ એક વ્યક્તિએ તેને ડૂબતી હાલતમાંથી બચાવી લઇએ પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે મોકલી આપી હતી જેને લઈને તેનો આબાદ બચાવ થયો હતો જાેકે આપઘાત કરવાના ઈરાદે નર્મદા કેનાલના ઊંડા વહેતા પાણીમાં કુદેલ નરેન્દ્ર ઉર્ફે નયલું ઊંડા વહેતા પાણીમાં તણાઈ જઈ પાણીમાં ગરકાવ થઈ જતા તાત્કાલિક બનાવ અંગેની જાણ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઈટરની ટીમે વહેતા નર્મદા કેનાલના પાણીમાં બોટ મારફતે નરેન્દ્ર ઉર્ફે નયલુની તપાસ હાથ ધરી હતી પરંતુ તેનો બપોર સુધી કોઈ પત્તો ન લાગતા વડોદરાની ફાયર ફાઈટરની ટીમની પણ મદદ લેવાઈ હતી જેમાં આ બંન્ને ટીમોએ ગઈ કાલે બુધવારે મોડી સાંજે અંધારું થતા સુધી નયલુને પાણીમાંથી શોધવાની ભારે કોશિષ હાથ ધરી હતી પરંતુ નયલુનો કોઈ પત્તો ન લાગતા આખરે સર્ચ ઓપરેશન મૂલતવી રાખી આજે ગુરુવારે વહેલી સવારે ૭ઃ૦૦ કલાકથી ફરી એકવાર હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ બોટ મારફતે નર્મદા કેનાલના વહેતા પાણીમાં ઉતરીને નરેન્દ્ર ઉર્ફે નયલુની શોધખોળમાં લાગ્યા હતા પરંતુ બપોર સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં આખરે બપોરે ૨ઃ૦૦ કલાકના સુમારે વડોદરાની એનડીઆરએફ ટીમની મદદ લેવાઈ હતી જેના વડોદરા ની એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે દોડી આવી નર્મદા કેનાલના ઊંડા વહેતા પાણીમાં ઉતરી પાણીમાં બોટ મારફતે ઉતરી શોધખોળમાં જાેતરાઈ હતી જેમાં એનડીઆરએફની અને હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે નર્મદા કેનાલના વહેતા પાણીમાં કેટલા કિલોમીટર સુધીની કેનાલ ને ફેંસી નાખી વહેતા પાણીમાંથી નરેન્દ્ર ઉર્ફે નયલુને શોધવા કવાયત હાથ ધરી છે પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યારે આજે ગુરુવારે ૪ઃ૦૦ વાગ્યા સુધી બનાવના ૩૦ કલાક ઉપરાંતનો સમય વીતી જવા છતાં નરેન્દ્ર ઉર્ફે નયલુનો કોઈ સગડ ન મળ્યા હોવાની માહિતી મળી છે.