હાલોલ
મંગળવારના રોજ સાંજના અરસામાં હાલોલ નગરના પાવાગઢ રોડ વિસ્તારમાં, પાવાગઢ તરફથી આવતા ડમ્પર ટ્રકના ચાલકે પુર ઝડપે ને ગફલતભરી રીતે ડમ્પર હંકારતા, ત્યાંથી ચાલીને જતી ૪ વર્ષની નાની બાળકીને અડફેટે લેતા, નીચે પટકાયેલ બાળકીના પેટ પર ડમ્પરનું ટાયર ફરી વળતા, બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં, સારવાર મળતા પૂર્વેજ તે કાળનો કોળીયો બની ગઈ હતી. જ્યારે અકસ્માત કરી ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ હાલોલ પોલીસને થતાં, પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી ફરાર થયેલ ડમ્પર ચાલકને જબ્બે કરવાની તજવિજ હાથ ધરવામાં આવેલ હતી. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગત મંગળવારના રોજ હાલોલ નગરના પાવાગઢ રોડ વિસ્તારમાં, પાવાગઢ તરફથી આવતા ડમ્પર ટ્રકના ચાલકે પુર ઝડપે ને ગફલતભરી રીતે ડમ્પર હંકારતા, સીટીઝન બેંક આગળથી ચાલતી પસાર થઈ રહેલ સોહાબેન સાહિલ બાદશાહ ઉંવર્ષ ૪ ને અડફેટે લેતાં, બાળકી નીચે પટકાતા ડમ્પર ટ્રકનું આગળનું ટાયર બાળકીના પેટના ભાગે ફરી વળ્યું હતું.જ્યારે ડમ્પર ચાલક અકસ્માત કરી ડમ્પર સહિત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ભારે લોક ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ બાળકી ને સારવાર અર્થે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતી, જ્યાં ફરજ પરના તબીબે તપાસતા બાળકી મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું. જેથી પોતાની વ્હાલસોયી ફુલ જેવી નાની બાળકીનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હોવાનું જણાતા તેના માતા પિતાને પરિવારજનોના માથે જાણે આભ તુટી પડ્યું હતું. ઘટના અંગેની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી, બાળકી ના મૃતદેહનું પીએમ કરાવી તેના વાલી વારસને સોંપવામાં આવેલ હતો, ને અકસ્માત કરી ફરાર થયેલ ડમ્પર ચાલકની ડમ્પર ના રેજીસ્ટ્રેશન નંબર પરથી ભાળ મેળવવાની તજવિજ હાથ ધરવામાં આવેલ હતી. ડમ્પર ટ્રક દ્વારા નાની બાળકીને અડફેટે લેતાં, તેનું કમકમાટીભર્યું મોત થયુ હતુ.