હજયાત્રા ૨૦૨૪ઃ ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ મક્કા પહોંચ્યા

રિયાઘ,: સાઉદી અરેબિયાના મક્કામાં હજની સત્તાવાર શરૂઆત માટે મીના જવાના એક દિવસ પહેલા ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ કાબાની સંખ્યાબંધ મુસ્લિમ યાત્રાળુઓએ પરિક્રમા કરી હતી.

સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર મંગળવાર સુધી ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા. હવે વધુ લોકો આવવાની અપેક્ષા છે. શુક્રવારે હજયાત્રા સત્તાવાર રીતે શરૂ થયા બાદ મોટી સંખ્યામાં સાઉદી અરેબિયામાં રહેતા લોકો પણ હજયાત્રામાં જાેડાય તેવી શક્યતા છે.

કાબાની પ્રદક્ષિણા કરતા લોકોની ભીડ શનિવાર સુધી રહેશે, હજના પ્રથમ દિવસ, જ્યારે યાત્રાળુઓ મીના જશે. આ પછી તેઓ અરાફાત પર્વત પર જશે. અહીંથી તેઓ મુઝદલિફા તરફ જશે. ત્યાં, યાત્રાળુઓ કાંકરા એકત્રિત કરશે. હજ એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે. શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમો માટે તેમના જીવનમાં ઓછામાં ઓછું એકવાર હજ કરવી જરૂરી માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution