વાળની હેરસ્ટાઇલ કરવો આજકાલ મહિલાઓની સાથે સાથે પુરુષોમાં પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. એવામાં પુરુષોએ વાળ વધારીને હેરસ્ટાઇલમાં ફેરફાર કરવો હોય તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ. જેનાથી પુરુષોને હેરસ્ટાઇલમાં મદદ મળી રહેશે.
આજકાલ પુરુષો પણ વાળ વધારવાનો શોખ રાખે છે. જૂના નાના વાળ વાળી હેરસ્ટાઇલથી બોર થઇને મોટાભાગે પુરુષો વાળ વધારે છે અને અલગ અલગ પ્રકારની હેરસ્ટાઇલ ટ્રાય કરે છે. એવામાં મોટી સમસ્યા એ છે કે વાળ કેવી રીતે વધારવામાં આવે ? વાળ વધારવામાં ખૂબ મહેનત કરવી પડે છે એટલા માટે આજે અમે પુરુષોની આ સમસ્યાનું સમાધાન કરવા માટે કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ.
દરરોજ શેમ્પૂ કરો બંધ:
દરરોજ શેમ્પૂ તમારા વાળને ખૂબ નુકસાન પહોંચાડે છે. જાણકારી માટે જણાવી દઇએ કે આપણા વાળ દર વર્ષે ઓછામાં ઓછા છ ઇંચ વધે છે. આપણા વાળનું સ્વાસ્થ્ય અને ફોલિકલ્સ મજબૂત બનાવી રાખવા માટે સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ શેમ્પૂ કરો.
કન્ડીશનર જરૂરી છે:
માત્ર શેમ્પૂથી વાળ ધોવાથી વાત નહીં બને. વાળને મોઇસ્ચરાઇઝરની જરૂર હોય છે, સિઝનના કારણે ખરાબ વાળ કન્ડીશનર કરવાથી સરખા થાય છે અને વાળનો ગ્રોથ વધે છે.
સિઝન કોઇ પણ હોય પરંતુ વાળની સમસ્યા બનેલી રહે છે. એવામાં સૌથી વધારે ખરાબ અસર સ્કેલ્પ પર પડે છે અને ખરાબ સ્કેલ્પનો મતલબ ખણ, વાળ ખરવા, ડ્રાય હેર અને ટાલ થાય છે. સ્કેલ્પ સ્વાસ્થ્યમંદ રાખવા માટે સપ્તાહમાં ત્રણ દિવસ નારિયેળ તેલથી માલિશ કરો.
જો વાળ ધોયા બાદ તમે પણ ઊતાવળમાં હેરડ્રાયરનો ઉપયોગ કરો છો તો સારા વાળ ભૂલી જાવ. એનાથી હેર ફોલિકલ્સ પર ખરાબ અસર પડે છે. જેનાથી તમારા વાળ ડ્રાય થઇ જશે.