લખનઉ-
ગાયને લઈને અલાહાબાદ હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ગૌરક્ષાને કોઈ પણ ધર્મ સાથે જાેડવાની જરૂરિયાત છે જ નહીં. ગાયને હવે એક રાષ્ટ્રીય પશુ જાહેર કરી દેવી જાેઈએ. કેન્દ્રએ આ મુદ્દે વિચાર કરવાની જરૂરિયાત છે. હાઈકોર્ટની સલાહ મુજબ કેન્દ્ર સરકાર સંસદમાં બિલ લાવીને ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જાે આપે. હાઈકોર્ટે ટિપ્પણી કરી છે કે જ્યારે ગાયનું કલ્યાણ થશે, ત્યારે જ દેશનું કલ્યાણ થશે. ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે.
સંસદ જે પણ કાયદો બનાવે તેના પર સરકાર કડકપણે અમલ પણ કરાવે. બુધવારે જાવેદ નામના શખ્સની અરજીને ફગાવાત જસ્ટિસ શેખરકુમાર યાદવે આ ટિપ્પણી કરી છે. જાવેદ પર ગૌહત્યા રોકથામ અધિનિયમની કલમ ૩,૫ અને ૮ અંતર્ગત આરોપ લાગેલા છે. કોર્ટે અરજદારની અરજી ફગાવતા કહ્યું કે ગૌરક્ષા માત્ર કોઈ એક ધર્મની જવાબદારી નથી. ગાય આ દેશની સંસ્કૃતિ છે અને તેની સુરક્ષા દરેક લોકોની જવાબદારી છે. તે પછી તમે કોઈ પણ ધર્મ સાથે સંબંધ કેમ ન રાખતા હોવ. જસ્ટિસ શેખરકુમાર યાદવે આ ચુકાદો સંભળાવતા કહ્યું કે સરકારે હવે ગૃહમાં એક બિલ લાવવું જાેઈએ. ગાયને પણ મૂળ અધિકારો મળવા જાેઈએ. સમય આવી ગયો છે કે હવે ગાયને એક રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે. જે પણ લોકો ગાયને પરેશાન કરે છે કે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જાેઈએ. જજે જાેર આપીને કહ્યું કે જ્યાં સુધી દેશમાં ગાયને સુરક્ષિત નહીં રાખવામાં આવે ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો જ રહી જશે. જસ્ટિસ શેખરકુમાર યાદવે તર્ક આપ્યો કે ભારત જ એક દેશ એવો છે, જ્યાં વિભિન્ન ધર્મના લોકો સાથે રહે છે. દરેક લોકો અલગ અલગ પૂજા કરે છે તેમ છતાં તમામના દેશ પ્રત્યેના વિચાર એક જેવા જ જાેવા મળે છે. એવામાં કોર્ટે અરજદારની અરજી ફગાવતા કહ્યું કે કેટલાંક લોકો આવા ગુના કરીને દેશને નબળો કરવાનો પ્રયાસ કરે છે. તેમના વિચાર દેશ હિતમાં નથી હોતા. અલાહાબાદ હાઈકોર્ટે ગાયની હત્યાના આરોપી જાવેદને જામીન આપવાનો ઈનકાર કરી દીધો. ન્યાયમૂર્તિ શેખર યાદવની બેચે કહ્યું કે અરજદારે ગાયની ચોરી કર્યા પછી તેને મારી નાખી હતી, તેનું માથું કાપી નાખ્યું અને તેનું માંસ પણ ખાધું હતું. અરજદારનો આ પહેલો ગુનો નથી, ગુના પહેલાં પણ તેને ગૌહત્યા કરી હતી જેનાથી સમાજનું વાતાવરણ બગડ્યું હતું